નવી દિલ્હી: જસ્સિટ ઉમેશ ઉદય લલિત અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની અવકાશકાલીન બેંચે આ મામલાને મોટી બેંચની પાસે મોકલી દીધો છે. જસ્ટિસ લલિતે કહ્યું કે, આ મામલને ચીફ જસ્ટિસ જ નજર કરશે. પોસ્ટરમાં જે વ્યક્તિઓના નામ છે, તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસમાં પક્ષ રાખવાની મંજૂરી આપાવામાં આવી છે. આ અગાઉ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, જે 95 લોકોની ઓળખાણ કરવામાં આવી છે. તેમાં 57 પર આરોપના પુરાવા પણ છે, પરંતુ આરોપીઓને ગોપનીયતાનો અધિકારનો હવાલો આપીને હાઈકોર્ટમાં પોસ્ટરને પડકાર્યાં હતાં.
UP પોસ્ટર કેસ: SCએ અલ્હાબાદ HCના ચુકાદા પર રોક ન લગાવી, હવે મોટી બેંચ કરશે સુનાવણી - CAA વિરોધ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લગાવવામાં આવેલા વસુલી પોસ્ટર પર સુપ્રીમ કોર્ટ પાસેથી યોગી સરકારને રાહત નથી મળી. આ પોસ્ટર વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદોને યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાની ન પાડી દીધી છે અને આ કેસને મોટી બેંચની પાસે મોકલી દીધો છે.
ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદા (CAA)ની વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે હિંસા ફેલવનારા વ્યક્તિઓના પોસ્ટર લખનઉમાં લગાવવામાં આવ્યાં છે. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને ઉત્તર પ્રદેશની યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અલ્હાબાદ હાઈકોર્ટે CAA પ્રદર્શન દરમિયાન કથિત હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવાનો ચુકાદો આપ્યો હતો. વકીલ જનરલ રાઘવેન્દ્ર સિહે કહ્યું કે, યોગી સરકાર અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે CAA પ્રદર્શન દરમિયાન કથિત હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવાનો ચુકાદો આપ્યો હતો. લખનઉમાં અલગ અલગ જગ્યાએ 57 કથિત પ્રદર્શનકારીઓના 100 પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ રમેશ સિંહાની બેંચે પોતાના ચુકાદામાં લખનઉના જિલ્લાઅધિકારી અને પોલીસ કમિશ્નર 16 માર્ચ સુધીમાં પોસ્ટર હટાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે રજિસ્ટ્રારને જાણકારી આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે બંને અધિકારીઓને સોગંદનામું રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો.