સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ચૂંટણી પંચને તમામા વિધાનસભા ક્ષેત્રની એકથી લઈ પાંચ મતદાન મથકો પર ઈવીએમની વીવીપેટ સાથે સરખામણી કરવાનો આદેશ આપ્યો હતો.
VVPATને લઈ આગામી અઠવાડિયે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી - sc
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે વીવીપેટની સ્લીપ સરખામણીની સંખ્યા વધારવાને લઈ જે વિપક્ષી પાર્ટીઓની માંગ હતી તેની સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો છે. 21 વિપક્ષી પાર્ટીઓની પુનર્વિચાર અરજી પર આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ians
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંનદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટેના આદેશની સમીક્ષા કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, એકથી પાંચ મતદાન મથકોની સરખામણીની સંખ્યા યોગ્ય નથી તથા કોર્ટના નિર્ણથી જ સંતુષ્ટ નથી.
આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની ખંડપીઠે તુરંત જ આ અંગે સુનાવણી કરવા ભલામણ કરી હતી.