ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગના દેખાવકારો વિરુદ્ધની અરજી પર આજે 'સુપ્રીમ' સુનાવણી

રાજધાની દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA વિરુદ્ધ દેખાવો કરી રહેલા વિરોધીઓને હટાવવાની માગણી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાશે.

supreme Court
સુપ્રીમ કોર્ટ

By

Published : Feb 10, 2020, 9:55 AM IST

નવી દિલ્હી: શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. મહત્વનું છે કે, નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધમાં શાહીન બાગમાં ડિસેમ્બર-2019થી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના દિવસે કેસની સુનાવણી કરીને વિધાનસભા ચૂંટણીની શાંતિને અસર થાય તેવું કોઈ કામ थશે નહીં.

-ચૂંટણીને કારણે ટાળવામાં આવી સુનાવણી

જ્યારે અરજદારો પૈકી એકના વકીલે રજૂઆત કરી હતી કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, એટલા માટે જ અમે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી પ્રભાવિત કરવા નથી ઈચ્છતા. સુપ્રીમ કોર્ટના જજોની બેંચે અરજદારોને જણાવ્યું હતું કે, સોમવારે એ મુદ્દે ચર્ચા કરવા તૈયાર રહે કે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પરત કેમ ન મોકલવો જોઈએ?

- હાઈકોર્ટમાં પણ દાખલ કરવામાં આવી હતી અરજી

આ પહેલા ગત 13 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં શાહીન બાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને હટાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ કર્યો હતો કે, તે લોકહિતને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક કાર્યવાહી કરે.

ABOUT THE AUTHOR

...view details