ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસાઃ હેડ કોન્સ્ટેબલનું ગોળી વાગવાથી મોત નિપજ્યું, પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો

રાજધાની દિલ્હી હિંસાને કારણે ભડકે બળી રહી છે. લોકો CAA, NRC અને NPRના વિરોધને લઈ સામ-સામે આવ્યા છે. ત્યારે આ હિંસામાં અત્યારસુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 186 લોકો ઘાયલ થયા છે. આ હિંસા દરમિયાન એક પોલીસ હેડ કોન્સ્ટેબલને ગોળી વાગી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં ગોળી વાગવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Head constable Ratanlal died of bullet injuries, revealed in postmortem report
દિલ્હી હિંસાઃ હેડ કોન્સટેબલનું ગોળી વાગવાથી મોત નિપજ્યું

By

Published : Feb 25, 2020, 8:51 PM IST

Updated : Feb 26, 2020, 8:26 AM IST

નવી દિલ્હીઃ ગોકલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનું ગોળી વાગવાના કારણે મોત નીપજ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેને ખભા પર ગોળી વાગી હતી. હાલમાં પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ એક પત્રકારને પણ ગોળી વાગી છે.

હેડ કોન્સ્ટેબલ રતનલાલને ઈજા થઈ હોવાની વાત આવી હતી સામે

મળતી માહિતી મુજબ સોમવારે ગોકુલપુરી વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતનલાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રતનલાલને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડા સમય પછી ડૉક્ટરોએ રતનલાલને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે, ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતુ, પરંતુ મંગળવારે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું છે, જેમાં તેને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે.

અનેક જગ્યાએ ફાયરિંગની ઘટના

ઉત્તર પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં હજૂ પણ હિંસાની ઘટનાઓ બની રહી છે. અનેક જગ્યાએથી ફાયરિંગની ઘટના બની છે. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસના કાફલાઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન કવરેજ માટે ગયેલા આકાશ નામના પત્રકારને પણ ગોળી વાગી હતી, જેને જીટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

Last Updated : Feb 26, 2020, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details