ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમદાવાદની HCP કંપની દિલ્હીમાં સંસદભવન અને સચિવાલયની સુરત બદલશે

નવી દિલ્હી: દિલ્હીના રાયસીના હિલ્સની આસપાસ સરકારી ભવનો અને સંસદ ભવનના નવિનીકરણ માટેની પરિયોજનાનું ટેન્ડર અમદાવાદની એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને મળ્યું છે. આ માટે અલગ અલગ એજન્સીઓ પાસે ટેન્ડર મંગાવાયુ હતું. જેમાં આ કંપનીનું ટેન્ડર મંજૂર કરાયું છે.

અમદાવાદની આ કંપની દિલ્હીમાં સંસદભવન અને સચિવાલયની સુરત બદલશે

By

Published : Oct 26, 2019, 1:03 AM IST

એચસીપી એક આર્કિટેક્ચરલ પેઢી છે. આ પહેલા કંપનીએ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ કર્યુ હતું. શહેરી વિકાસ મંત્રાલયએ જાહેર કર્યુ હતું કે, પાંચ એજન્સીઓમાંથી સૌથી ઓછા ભાવ હોવાથી આ કંપનીનું ટેન્ડર મંજૂર કરાયું છે.

કેન્દ્રીય લોકનિર્માણ વિભાગે એચએસપીને સમયમર્યાદામાં કામ કરવા બદલ સમ્માનિત કરી હતી. આમ, એચએસપીની ચોક્કસ અને નિયત કામગીરીને ધ્યાનમાં રાખીને તેને કેન્દ્રીય વિસ્ટા પરિયોજનાની જવાબદારી સોંપાઈ છે. જેને પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 2021 નક્કી કરવામાં આવી છે.

CPWDના મહાનિર્દેશક પ્રભાકર સિંહે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાયસીના હિલ્સ વિસ્તારમાં જૂની ઈમારતોનું સમારકામ કરવા, સચિવાલય અને સંસદભવનના નવિનીકરણનું કામ કરવામાં આવશે.

મંત્રાલયના અધિકારીઓ જણાવ્યુ હતું કે, વર્તમાન સંસદભવનમાં જગ્યાનો અભાવ છે. દેશ અને વિદેશમાંથી અવર જવર રહે છે. જેથી તેની સુંદરતા સુધારવા અને વિશ્વ સ્તરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવાશે.

ABOUT THE AUTHOR

...view details