પ્રયાગરાજ: અલાહાબાદ હાઈકોર્ટે 5 ઓગસ્ટે રામમંદિર માટે ભૂમિપૂજન પર પ્રતિબંધ લગાવવાની માગને ફગાવી દીધી છે. અયોધ્યામાં ભૂમિપૂજન પર પ્રતિબંધ લગાવવા માટે એક સામાજિક કાર્યકર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેને શુક્રવારે કોર્ટે નકારી કાઢી હતી.
અયોધ્યામાં ભૂમિપૂજન પર પ્રતિબંધ નહીં, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઓગસ્ટ માસમાં રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવશે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂમિપૂજન પર પ્રતિબંધ મૂકવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
અલ્હાબાદ હાઇકોર્ટ
સમાજસેવકે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, રામમંદિર માટે ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આશરે 300 લોકોને આમંત્રણ અપાયુ છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને અરજદારે કોરોના ફેલાવવાનો ભય વ્યક્ત કર્યો હતો.
અયોધ્યામાં રામમંદિરન શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અન્ય ઘણા દિગ્ગજો ઉપસ્થિત રહેશે.