ETV Bharat / bharat
પ્રજાદ્રોહીને જનતાની લપડાક, આ દિગ્ગજો હારી ગયાં...
ન્યૂઝ ડેસ્કઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. ત્યારે આ પરિણામોમાં મોટા ઉલટ ફેર જોવા મળ્યાં છે. જેમાં કેટલાય દિગ્ગજોની હાર થઈ છે. બંને રાજ્યોમાં સંખ્યાબંધ પ્રધાનો અને મોટા દિગ્ગજ નેતઆઓ હારી ગયાં છે. તો ચાલો જાણીએ ક્યાં કોણ હાર્યું.
Maharashtra assembly election
By
Published : Oct 25, 2019, 9:51 AM IST
| Updated : Oct 25, 2019, 10:27 AM IST
મહારાષ્ટ્ર
- મહારાષ્ટ્રમાં પરલી સીટથી CM પદના દાવેદાર અને રાજ્ય ગ્રામીણ વિકાસ પ્રધાન પંકજા મુંડેની કરારી હાર થઈ છે. પંકજાને પોતાના પિતરાઈ ભાઈ ધનંજ્ય મુડેએ હરાવ્યા છે.
- શિવસેના નેતા જયદત્તા પણ ચૂંટણી હારી ગયાં છે.
- મોર્શી સીટથી અનિલ બોંડે પણ ચૂંટણી હારી ગયાં છે. તેમની કૃષિ મંત્રાલયનો કાર્યભાર હતો.
- કર્જત જામખેડ બેઠકથી પ્રોફેસર રામ શંકર શિંદેને એનસીપીના રોહિત પવારે હરાવ્યાં છે. પ્રોફેસર શિંદે પાસે માર્કેટીંગ અને ટેક્સ્ટાઇલ મંત્રાલય હતું.
- માવલ સીટથી ભાજપના સંજય વિશ્વનાથ ભેગડે ઉર્ફે બાબાને એનસીપીના સુનિલ શંકરાવે હરાવ્યાં છે.
- પુરંદર સીટથી શિવસેનાના વિજય શિવતરે પણ ચૂંટણી હારી ગયાં છે. શિવતરે પાસે જળ સંસાધન મંત્રાયલ હતું
- વન અને આદિવાસી વિકાસ પ્રધાન પરિણય ફુકે પણ ચૂંટણી હરી ગયાં છે. તેઓ સાકોલીથી ભાજપના ઉમેદવાર હતાં.
- અહેરી સીટથી ભાજપના અંમરીશરાવ રાજે પણ હારી ગયાં છે.
- જાલના સીટથી શિવસેનાના અર્જુન તોટકરને કોંગ્રેસના ગોરાંત્યાલ કિસનરાવે હરાવ્યાં છે. અર્જુન પાસે ટેક્સટાઈલ, ફિશિયરીઝ મંત્રાલય હતાં.
હરિયાણા
- મહેન્દ્રગઢ બઠેકથી ભાજપના રામ બિલાસ શર્મા હારી ગયાં છે. જેમની પાસે ખટ્ટર સરકારમાં શિક્ષણ સહિત કુલ 7 મંત્રાલય હતાં. તેમને કોંગ્રેસના રાવ દાન સિંહે હારવ્યાં છે.
- નારનૌંદ બેઠકથી ભાજપના કેપ્ટન અભિમન્યુ સિંહને જનક જન પાર્ટીના રામકુમાર ગૌતમે હરવ્યા છે. કેપ્ટન અભિમન્યુ સિંહ પાસે નાણાં સહિત 8 મંત્રાલય હતાં.
- બદલી બેઠક પરથી ભાજપના પ્રકાશ ધનખડને કોંગ્રેસના કુલદીપ વત્સએ હરાવ્યાં છે. ધનખડ પાસે કૃષિ સહિત 5 મંત્રાલય હતાં.
- સોનીપત સીટથી કવિતા જૈનને કોંગ્રેસના સુરેન્દ્ર પંવારના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
- ઇસરાના સીટથી ટ્રાન્સપોર્ટ પ્રધાન શ્રી કૃષ્ણલાલ પંવાર પણ હારી ગયાં છે.
- રાજ્યમાં પ્રધાન મનિષ કુમાર ગ્રોવર પણ રોહતક સીટ પરથી ચૂંટણી હારી ગયાં છે.
- શાહબાદ સીટથી રાજ્ય પ્રધાન કૃષ્ણ કુમાર પણ હારી ગયાં છે.
- આ સિવાય કરણ દેવ અને સુભાષ બરાલા પણ ચૂંટણી હાર્યા છે.
- ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ આદમપુરથી કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈ સામે હારી ગઈ છે.
- પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા તોહાના સીટથી હારી ગયાં છે.
- કુસ્તીબાજ બબિતા ફોગાટ અને યોગેશ્વર દત્ત પણ હારી ગયાં છે.
Last Updated : Oct 25, 2019, 10:27 AM IST