ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરેન પંડ્યા મર્ડર કેસ, સુપ્રિમ કોર્ટે 12 આરોપીઓને જાહેર કર્યા દોષી - CBI

નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યા હત્યા કેસ મામલે CBI અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટેના ન્યાયાધીશ અરૂણ મિશ્રાની પીઠે નીચલી અદાલતના ચુકાદાને માન્ય ગણીને 12 આરોપીઓને દોષી જાહેર કર્યા છે.

casecase

By

Published : Jul 5, 2019, 12:45 PM IST

Updated : Jul 5, 2019, 1:50 PM IST

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અરુણ મિશ્રા અને વિનોદ સારણની ડિવિઝન બેન્ચે ગુજરાત હાઇકોર્ટના આરોપીઓને નિર્દોષ છોડવાના ચુકાદાને રદ જાહેર કરી અગાઉ સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીઓને દોષિત માની આજીવન કેદની સજા માન્ય રાખી છે.

કેસની ફરીવાર તપાસ કરવાની માંગ સાથે એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી સાથે 50 હજાર રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે..

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, સોરાબુદ્દીન એનકાઉન્ટર કેસના સાક્ષી આઝમખાનના નિવેદનથી આ કેસમાં નવો ખુલાસો થયો છે. આઝમખાને 2018માં ટ્રાયલ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, હરેન પંડ્યાની હત્યા કોન્ટ્રાકટ કિલિંગ હતી. હરેન પંડ્યાને મારી નાખવા માટે પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાને સોપારી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આઝમખાને વધુંમાં જણાવ્યું હતું કે, સોહરાબુદ્દીન અને સહયોગી તુલસીરામ પ્રજાપતિએ સુપારીના આધારે હરેન પંડ્યાની હત્યા કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પત્રકાર રાણા અયુબની પુસ્તક ગુજરાત ફાઇલ્સમાં ઉલ્લેખ કરેલી વાતચીત નેપાળમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં હરેન પંડ્યા કેસની તપાસ કરતા સીબીઆઇ અધિકારી વાય શેખે આયોગને જણાવ્યું હતું કે, સીબીઆઈ દ્વારા આ કેસમાં યોગ્ય તપાસ નથી કરવામાં આવી. સીબીઆઇના અધિકારી શેખે ગુજરાત પોલીસના ઇશારે તપાસ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. શેખે આક્ષેપ કર્યો હતો કે, હરેન પંડ્યાની હત્યા રાજનૈતિક ષડ્યંત્રનો ભાગ હતી જેમાં કેટલાક રાજકારણી અને આઇપીએસ અધિકારીઓ સામેલ છે.

વધુ માહિતી મુજબ, હરેન પંડ્યા મર્ડરકેસમાં સ્પેશ્યલ ટ્રાયલ કોર્ટે વર્ષ 2007માં 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. ત્યારબાદ 2011માં ગુજરાત હાઇકોર્ટે તમામને નિર્દોષ છોડી મૂક્યા હતા. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને નિર્દોષ છોડતા આદેશ કર્યો હતો કે યોગ્ય તપાસ કરવામાં આવી નથી જેના માટે તપાસ અધિકારીઓ જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની 26મી માર્ચ 2003ના રોજ લો ગાર્ડન પાસે વહેલી સવારે તેમની કારમાં જ હત્યા કરી દરવામાં આવી હતી.

Last Updated : Jul 5, 2019, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details