હાર્દિકે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધા છે. હાર્દિકે આ સ્લમ વિસ્તારમાં જઇને લોકોની ગરીબી જોઇ તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં લાઇટ, પાણી અને ગટર સહિતની સુવિધાઓથી હાલ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી.આ અંગે તેણે PM મોદીને કટાક્ષ કરીને કહ્યું હતું કે, વિકાસની વાતો કરનારાઓએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઇએ.
જામનગરના સ્લમ વિસ્તાર દિગ્વિજય સોલ્ટની હાર્દિક પટેલે લીધી મુલાકાત
જામનગરઃ જામનગરના છેવાડે આવેલા દિગ્વિજય સોલ્ટ વિસ્તારની હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. આજે પણ ત્યાં વસવાટ કરતાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-1માં વસતા અને સુવિધાઓથી વંચિત 150 પરિવારો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે.
આજે પણ 600 જેટલા લોકો પ્રાથમિક સુવિધા વિના છેલ્લા 40 વર્ષથી જીવી રહ્યા છે. અહીં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, બાજુમાં આવેલીકંપની દ્વારા પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી. રાજકીય ઇચ્છા શક્તિના અભાવે અહીં વસતા લોકો બેરોજગાર છે.
યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,જે કામ કરવામાં આવ્યા નથી, તે કામો હું પૂરા કરીશ. વોર્ડ નંબર-1ના કોર્પોરેટર કાસમ ખફી પણ હાર્દિક પટેલ સાથે જોડાયા હતા. આ જામનગરનો સ્લમ વિસ્તાર છેલ્લા 40 વર્ષોથી વિકાસ જંખી રહ્યો છે. આ લોકોને હજુ સુધી પીવાનું પાણી પણ મળતું નથી. જો કે, ચૂંટણી વખતે નેતાઓ અહીં મત માંગવા આવી જતા હોય તેવા આક્ષેપો રહીશોએ કર્યા હતા.