બેઠકમાંથી બહાર આવ્યા બાદ હાર્દિકના મોઢા પર સ્મિત વર્તાઈ રહ્યું હતું અને તે કોંગ્રેસી નેતાઓ સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સરદાર પટેલ તથા ઇન્દિરા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને તેઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. તેઓ પણ હવે આ વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં કોંગ્રેસની સાથે રહેશે.
હાર્દિકે વધુમાં કહ્યું હતું કે, જે પ્રમાણે ઈન્દિરા ગાંધીનું વર્ચસ્વ હતું અને લોકો હવે ઈન્દિરા ગાંધીને પ્રિયંકા ગાંધીમાં જોઈ રહ્યા છે.
BREAKING: cwcની બેઠક બાદ હાર્દિકની સ્પષ્ટતા, કોંગ્રેસમાં જોડાવ છું
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જે પ્રમાણે અગાઉ જાહેરાત કરી હતી, કે આગામી સમયમાં તે કોંગ્રેસ પક્ષમાં જોડાશે. આજે cwcની બેઠક દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.
file photo
હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી અને ગુજરાતમાં cwc બેઠક થવાથી કોંગ્રેસ પાર્ટીને આવનારા સમયમાં કેટલો લાભ થશે તે હવે જોવાનું રહ્યું.