ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પહેલાની જેમ જ મળશે ટેલિફોનના બિલ, ઇ-બિલ વૈકલ્પિકઃ TRAI - bill

નવી દિલ્હીઃ Telecom Regulatory Authority of India (TRAI)એ સોમવારે જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કોઈ ખર્ચ વિગર ટેલિફોન બિલ મોકલવાનું ચાલુ રાખશે. નિયામકે સ્પષ્ટ કર્યું છે કે, ટેલિકોમ ઓપરેટર ગ્રાહકો પાસેથી મંજૂરી બાદ જ તેઓ ઇલેક્ટ્રોનિક રૂપમાં બિલની કૉપિ મોકલી શકે છે.

NEW DELHI

By

Published : Mar 26, 2019, 3:19 PM IST

પોસ્ટપેઇડ ગ્રાહકોને બિલની જોગવાઈની સમીક્ષા કર્યા બાદ TRAIએ જણાવ્યું કે, નિઃશુલ્ક બિલ મોકલવાની આ જોગવાઈ વર્તમાન રૂપમાં ચાલુ રહેશે. વધુમાં TRAIએ કહ્યું કે, જો ગ્રાહકો E-MAIL દ્વારા બિલનો વિકલ્પ પસંદ કરે છે તો સેવા પ્રદાતાઓ આ કરી શકે છે. આ માટે તેમને ગ્રાહકો તરફથી મંજૂરી લેવી પડશે.

ફેબ્રુઆરીમાં એક ખુલ્લી ચર્ચામાં ટેલિકોમ કંપનીઓએ પેપર ફોર્મમાં બિલ મોકલવાને બદલે ઇ-બિલની પરવાનગી આપવા કહ્યું હતું. ઓપરેટરોનું કહેવું છે કે, તેનાથી પર્યાવરણ સંબંધી ચિંતા દુર થશે, ખર્ચ બચશે અને સમય પર બિલ મોકલી શકાશે.


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details