ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર-હરિયાણા આજે ફેંસલો, પરિણામો પર રહેશે સૌની નજર, જોતા રહો ઈટીવી ભારત

ન્યૂઝ ડેસ્ક: હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 સીટ પર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે એટલે કે, 24 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે.

મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી

By

Published : Oct 23, 2019, 7:13 PM IST

Updated : Oct 24, 2019, 7:16 AM IST

મહારાષ્ટ્ર અને હરિયાણામાં એકંદરે જોઈએ તો મહારાષ્ટ્રમાં આ વખતે 60.5 ટકા અને હરિયાણામાં 65 ટકા મતદાન નોંધાયું છે.

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 288 સીટ પર 3237 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે હરિયાણામાં 90 સીટ માટે 1169 ઉમેદવારો મેદાનમાં હતા.

એક્ઝિટ પૉલમાં બંને રાજ્યોમાં ફરી ભાજપની વાપસીના સંકેત

મહારાષ્ટ્રના મોટા માથાઓ

  • દેવેન્દ્ર ફડણવીસ-ભાજપ-નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટ
  • આદિત્ય ઠાકરે-શિવસેના- વર્લી સીટ
  • અજીત પવાર-એનસીપી-બારામતી સીટ
  • ચંદ્રકાન્ત પાટિલ-ભાજપ- કોથરુડ સીટ
  • એકનાથ શિંદે-શિવસેના-કોપરી-પચખાપડી સીટ
  • અશોક ચૌહાણ-કોંગ્રેસ-ભોકર સીટ
  • નવાબ મલિક-એનસીપી-અણુશક્તિનગર સીટ
  • નિતેશ રાણે-ભાજપ- કણકવલી સીટ
  • પંકજા મુંડે-ભાજપ- પરલી સીટ
  • વારિસ પઠાણ-એઆઈએમઆઈએમ-ભાયખલા સીટ

હરિયાણાના મોટા માથાઓ

  • મનોહર લાલ ખટ્ટર-ભાજપ-કરનાલ
  • રણદીપ સુરજેવાલા-કોંગ્રેસ-કૈથલ
  • દુષ્યંત ચૌટાલા-જેજેપી-સિરસા
  • ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા- કોંગ્રેસ-ગઢી સાંપલા
  • અનિલ વીજ-ભાજપ-અંબાલા
  • રાજકુમાર સૈની-લોકતંત્ર સુરક્ષા પાર્ટી-ગોહાના
Last Updated : Oct 24, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details