ફેસબુક, વ્હોટ્સએપ અને ડેટિંગ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશીના આંસુઓ, સ્માઇલીઓ, ગુસ્સાવાળા ઇમોજી સાથે લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. આજે દુનિયા સમયની કિંમત કરે છે એટલે જ લોકો પાસે સમય નથી રહ્યો. જેથી લોકો આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કંઇ પણ બોલ્યા વગર ઇમોજી મોકલી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરતો હોય છે. જેને લઇને IPHONE કંપનીએ આજે 59 નવા ઇમોજીને લોન્ચ કરી અને માર્કેટમાં લઈ આવવાનો નિર્ણય કર્યો છે.
World Emoji Day: શબ્દો વગર લાગણીને વ્યક્ત કરનારા ઈમોજીનો આજે બર્થ ડે - SMILY
ન્યૂઝ ડેસ્ક: રોજ ઘણાના બર્થ ડે હોય છે અને લોકો તેની ઉજવણી પણ કરતા હોય છે. ફેસબુક, વ્હોટ્સએપ અને ડેટિંગ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશીના આંંસુઓે, સ્માઇલી અને ગુસ્સાવાળા ઈમોજી આજકાલ લોકોની પસંદગી બની ગયા છે. તમને લાગતુ હશે કે, આજે આ ઈમોજીની કેમ વાતો કરે છે, તો જાણો શું છે આજે 17 જુલાઈ એટલે કે આજે તે જ ઈમોજીનો બર્થ ડે છે.
વ્હોટ્સએપ આજે લોકોની જરૂરીયાત બની ગયું છે. તેમા પણ લોકોને ચેટીંગ અને તેની સાથે સાથે થમ્સ અપ, સ્માઇલ ફેસ, ફ્લાઇંગ કીસ, ઓકે ઇમોજી જેવા ઇમોજી મોકલી લોકો પરસ્પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરતા હોય છે. જેના કારણે લોકોના સમયનો પણ બચાવ થાય છે. જેથી વ્હોટ્સએપનો ઉપયોગ કરતા લોકોએ આજે ઇમોજી દિવસની ઉજવણી કરવી જોઇએ. ડેટિંગ એપ જમવાના સમયે, ફ્લર્ટીંગ અને રોમેંન્ટિક થવા પર આ ઇમોજીનો ઉપયોગ કરે છે. ક્યારેક એવુ લાગે છે કે ઇમોજીએ સંસ્કૃતિનો એક ભાગ બનતો જાય છે અને એક બીજા સાથે વાત કરવાનો સરળ માર્ગ તો ખરો જ તેથી મિત્રો આજે તે ઇમોજી ડેની ઉજવણી તો બને જ ખરી. હેપ્પી ઇમોજી ડે...