ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સામે UPની લડાઈના WHOએ કર્યા વખાણ, યોગીએ અધિકારીઓ તેમજ જનતાને પાઠવ્યા અભિનંદન - કોરોના સામે UPની લડાઈના WHOએ કર્યા વખાણ

કોરોના મહામારી દરમિયાન ઉત્તરપ્રદેશમાં કરવામાં આવેલા કાર્યોની WHOએ પ્રશંસા કરી છે. જે બાદમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ તેમજ જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

કોરોના સામે UPની લડાઈના WHOએ કર્યા વખાણ, યોગીએ પાઠવ્યા અભિનંદન
કોરોના સામે UPની લડાઈના WHOએ કર્યા વખાણ, યોગીએ પાઠવ્યા અભિનંદન

By

Published : Nov 19, 2020, 10:24 AM IST

  • કોરોના સામે UPની લડાઈના WHOએ કર્યા વખાણ
  • યોગીએ અધિકારીઓ તેમજ જનતાને પાઠવ્યા અભિનંદન
  • CM યોગીએ બુધવારે તેના સરકારી આવાસ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલોક વ્યવસ્થાની સમીક્ષા કરી
  • આગળ પણ સંપૂર્ણ સતર્કતા જાળવવા કરી અપીલ

લખનૌ: કોરોના દરમિયાન કરવામાં આવેલા કાર્યોની WHO દ્વારા કરવામાં આવેલી પ્રશંસા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે જવાબદાર અધિકારીઓના વખાણ કર્યા હતા. CM યોગીએ કોવિડ-19 સામેની લડાઈમાં UP મોડેલની WHO દ્વારા કરવામાં આવેલી પ્રશંસા બાદ જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડ -19 સામેની લડતમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના કાર્યોને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વિશ્વની સર્વોચ્ચ સંસ્થા દ્વારા પ્રશંસા મળી એ સિદ્ધ કરે છે કે, પ્રદેશ સરકારે સાચી રણનીતિ લાગુ કરી હતી.

CM યોગીએ તેના સરકારી આવાસ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલોક વ્યવસ્થાની સમીક્ષા કરી

CM યોગીએ બુધવારે તેના સરકારી આવાસ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલોક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિભિન્ન દેશો અને ભારતના કેટલાય રાજ્યોમાં કોવિડ-19ની બીજી વેવ જોવા મળી રહી છે. આના માટે પ્રત્યેક સ્તર પર સંપૂર્ણ સતર્કતા જાળવી રાખતા ICU બેડની ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી.

બીજા રાજ્યમાંથી આવતા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ

મુખ્યપ્રધાને કોવિડ-19થી બચવા અને ઉપરચારની વ્યવસ્થાને સુદ્રઢ રાખવાના નિર્દેશ આપતા કહ્યું કે, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ સિસ્ટમ પહેલાની જેમ સક્રિય રાખની જોઈએ. તેમણે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો હતો.

રેન્ડમ તપાસના સૂચનો

CM યોગીએ કહ્યું કે, ટીમ-11 દ્વારા સંપૂર્ણ સમન્વયની સાથે સારું પરિણામ આવ્યું છે. આગળ પણ આ પ્રકારનું કાર્ય ચાલુ રાખો. તેમણે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સંપૂર્ણ સક્રિયતાથી સંચાલિત કરવાના નિર્દેશ આપતા કહ્યું કે, કોવિડ-19ને રોકવા માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મહત્વની ભૂમિકા છે. તેમણે કોવિડ-19નું મેડિકલ ચેકઅપ રેન્ડમ આધાર પર કરવા નિર્દેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details