PM મોદીનો આજે 70મો જન્મદિવસનો દિવસ છે. મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. PM મોદી કુલ 6 ભાઈ બહેન છે. જેમાં મોદી ત્રીજા નંબરના પુત્ર છે. મોદી વડનગરના રેલવે સ્ટેશનમાં ચા વહેચતા હતાં. PM મોદી RSSના સ્વયંસેવક તરીકે કામ કરી ચૂંક્યાં છે.
મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો PM મોદી જ્યારે નાના હતાં, ત્યારે ગુજરાતના વડનગરના શર્મિષ્ઠા તળાવ નાહવા જતા હતા, જે દરમિયાન તળાવમાં મગર હતા. એક મગરને મોદીએ પકડી લીધો હોવાનો ઉલ્લેખ બાળ નરેન્દ્ર નામના પુસ્તકમાં કરાયો છે.
PM મોદી RSSના સ્વયંસેવક તરીકે કામ કરી ચૂંક્યાં છે મોદીને બાળપણથી કવિતાઓ લખવાનો શોખ છે. તેમણે ગુજરાતીમાં ઘણી કવિતાઓ લખી છે. PM મોદીને ફોટોગ્રાફીનો પણ શોખ છે.
PM મોદીએ હાઈસ્કૂલના શિક્ષણ બાદ જશોદાબેન સાથે લગ્ન કર્યાં હતા. મોદીએ 2 વર્ષ ભારત પ્રવાસ કર્યો છે. 1971માં PM મોદી RSSના સેવક બન્યા હતાં. મોદીએ કટોકટી દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી હતી. મોદીએ 2001 સુધી RSSના જનરલ સેક્રેટરી તરીકે કામ કરી ચૂંક્યાં છે.
1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ કર્મચારીની કેન્ટીનમાં કામ કરતા સમયે મોદી એક પ્રચારક તરીકે RSSમાં સામેલ થયા મોદી 1985માં ભાજપમાં જોડાયા હતા. 1988માં ભાજપના ગુજરાત વિંગના આયોજન સચિવ બન્યાં હતાં. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ કર્મચારીની કેન્ટીનમાં કામ કરતા સમયે મોદી એક પ્રચારક તરીકે RSSમાં સામેલ થયા હતા. કટોકટી દરમિયાન સક્રિય કામગિરી કરી હતી. જે બાદ મોદી ગુજરાતના ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રભારી બન્યાં હતા.
1988માં ભાજપના ગુજરાત વિંગના આયોજન સચિવ બન્યાં જે બાદ 1995માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીત અપાવી હતી. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવી દિલ્હી મોકલવામાં આવ્યાં હતા.
કેશુભાઇ પટેલ બાદ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા. રમખાણો બાદ 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રથમવાર સરકાર બનાવી હતી. 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભાજપને જંગી બહુમતી સાથે જીત અપાવી હતી.
મોદીએ કટોકટી દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 2001થી 2014માં સુધી રહ્યાં હતા. ગુજરાતના વિકાસ સંદર્ભે સમગ્ર દેશમાં 'ગુજરાત મોડલ' તરીકે ઓળખાવા લાગ્યું. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નરેન્દ્ર મોદીને સમગ્ર ભારતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી. આ જવાબદારી બાદ ગોવામાં મળેલા ભાજપના અધિવેશનમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓને પડતાં મૂકી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે આગળ કરાયાં હતા. ભાજપે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લોકસભામાં જંગી બહુમતી મેળવતા 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતાં. તેઓ ઉત્તરપ્રદેશના વારાણસીથી સાંસદ છે.
PM મોદીના પ્રથમ કાર્યકાળમાં નોટબંધી, GST જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યાં હતા PM મોદીના પ્રથમ કાર્યકાળમાં નોટબંધી, GST જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યાં હતા. મોદીના બીજા કાર્યકાળના ટ્રિપલ તલાક બિલ, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 જેવા મોટા નિર્ણય લેવામાં આવ્યાં છે. આ સાથે વિશ્વવ્યાપી કોરોના મહામારી દરમિયાન પણ તેમને મહત્વની કામગીરી કરી રહ્યા છે.