આ વાત હંસરાજ હંસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ABVP દ્વારા આયોજિત એક શામ શહિદો કે નામ કાર્યક્રમ દરમિયાન કહી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા પૂર્વજોની ભૂલના કારણે આજે પણ આપણા માટે જમ્મુ કાશ્મીર એક સમસ્યા બની રહી છે. પરંતુ વડાપ્રધાન મોદીએ 370ની કલમ હટાવીને આપણને આ સમસ્યામાંથી મુક્ત કરાવ્યા છે.
JNUનું નામ બદલી મોદી નરેન્દ્ર યુનિવર્સિટી રાખી દેવું જોઈએ: ભાજપ સાંસદ - controversial statement
નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનું નામ બદલી મોદી નરેન્દ્ર યુનિવર્સિટી કરવાની માગ કરી છે. JNUમાં ABVP દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

file
ani twitter
હંસરાજ રાજે કહ્યું હતું કે, જેવી રીતે પરંપરાગત બંધનમાંથી ચાલી આવતું કલમ 370નું બંધન હટાવીને સમગ્ર દેશમાં ખુશીની લહેર ચાલી હતી એ જોતા આ યુનિવર્સિટીનું નામ બદલી દેવું જોઈએ. જે પૂર્વજોની ભૂલના કારણે ભારતે વર્ષો સુધી સજા ભોગવી તેમનું નામ હટાવી વાડાપ્રધાન મોદીનું નામ રાખી દેવું જોઈએ.