ગુજરાત

gujarat

ETV Bharat / bharat

‘ચંદ્રયાન 2’નું વજન ચંદ્રયાન-1ની સરખામણીએ ત્રણ ગણું, "બાહુબલી" રૉકેટ દ્વારા કરાયું લોન્ચ

નવી દિલ્હી: ISRO (Indian Space Research Organization)નું ચંદ્રયાન-2 મિશન સફળતા પૂવર્ક પાર પડ્યું છે. ચંદ્રયાન-2એ સોમવારે બપોરે 02:43 કલાકે શ્રીહરી કોટા ખાતે આવેલા સતીશ ધવન સેન્ટર ખાતેથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.

મિશન ચંદ્રયાન-2

By

Published : Jul 22, 2019, 8:21 AM IST

Updated : Jul 22, 2019, 3:51 PM IST

આ વખતે ચંદ્રયાનનો વજન લગભગ 3877 કિલોગ્રામ હોવાનું અનુમાન છે. જો કે, ચંદ્રયાન-1 મિશનનું 1380 કિલોગ્રામ વજન હતું, તેનાથી લગભગ ત્રણ ગણું વજનમાં વધારે હશે. કહેવાય છે કે, આ મિશન ભારતના સૌથી વધુ શક્તિશાળી એવા GSLV માર્ક-3 રૉકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવશે. આ રૉકેટમાં 3 મૉડ્યુઅલ જે ઑર્બિટર, લૈન્ડર ( વિક્રમ) અને રોવર (પ્રજ્ઞા) હશે. આ મિશન અંતર્ગત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડરને ઉતારવામાં આવશે. તો લેન્ડરની અંદર રહેલા રોવરની ઝડપ 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની રહેશે, તો ચાલો જાણીએ આ સમગ્ર ચંદ્રયાન-2 મિશન અંગેનો અહેવાલ...

મિશન ચંદ્રયાન-2: ચંદ્રયાન 2નું વજન ચંદ્રયાન-1ની સરખામણીએ ત્રણ ગણું, "બાહુબલી" રૉકેટ દ્વારા કરાશે લોન્ચ

મિશન ચંદ્રયાન-2માં ભાગ ભજવતા કેટલાક પરિબળો

1. GSLV માર્ક-3 (બાહુબલી) : 640 ટનનો વજન ધરાવતું આ સ્પેસક્રાફ્ટ, જેમાં ત્રણ સ્ટેજ એન્જીન છે.

ચંદ્રયાન-2ને ઈસરોના બાહુબલી તરીકે ઓળખવામાં આવતા રૉકેટ એવા GSLV માર્ક-3 દ્વારા મોકલવામાં આવ્યું હતું. આ રૉકેટ 43x43 મીટરની લંબાઈ ધરાવે છે. તો બાહુબલી રૉકેટનું વજન 640 કિલોગ્રામનું છે. આ બાહુબલી સાથે 3877 કિલોગ્રામ ધરાવતા મોડ્યુઅલને પણ મોકલવામાં આવ્યા હતા. આ એક થ્રી સ્ટેજ રૉકેટ છે. જેના પહેલા સ્ટેજમાં ઘન ઈંધણ પર કામ કરે છે. તો આમા લગાવવામાં આવેલી બે મોટર પ્રવાહી ઇંધણ પર કામ કરશે, જ્યારે ત્રીજુ એંન્જીન ક્રાયોજેનિક છે.

2. ઑર્બિટર: વજન 2,379 કિલોગ્રામ

ચંદ્રયાન-2નું પહેલું મૉડ્યુલ ઑર્બિટર છે. આ મોડ્યુઅલનું કામ ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરવાનું છે. આ પૃથ્વી અને લેન્ડર (વિક્રમ) વચ્ચે કમ્યુનિકેશનનું કામ પણ કરે છે. ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યા બાદ આ એક વર્ષ સુધી ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરશે. ઑર્બિટર ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટર ઉપર ભ્રમણ કરશે. આ સાથે 8 પેલોડ પણ મોકલવામાં આવી રહ્યાં છે. જે અલગ-અલગ કામ કરશે.

ઑર્બિટરના કાર્યો

  • ચંદ્રની સપાટીનો નક્શો તૈયાર કરવામાં આવશે. જેથી ચંદ્રની અસ્તિત્વ અને તેના વિકાસ અંગેની માહિતીનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી શકાશે.
  • મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકૉન, કેલ્શિયન, ટાઇટેનિયમ, આયરન અને સોડિયમની ઉપસ્થિતી છે કે કેમ તેની તપાસ કરશે.
  • સુર્યની કિરણોમાં રહેલા સોલર રેડિએશનની તિવ્રતાની માપવાનું કામ કરશે.
  • ચંદ્રની સપાટીની હાઇ રેઝોલ્યુશન ફોટો્સ ક્લિક કરશે.
  • ચંદ્રની સપાટી પર રહેલી ખડકો અને ખાડાઓનું વિશ્લેષણ કરશે જેથી લેન્ડરની સ્મુથ લેન્ડીંગ કરી શકાય.
  • ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પાણીની ઉપસ્થિતી અને ખનિજોની શોધ કરશે.
  • ધ્રુવીય વિસ્તારોમાં રહેલા ખાડાઓમાં વર્ફના રૂપે જામેલા પાણીની શોધ કરશે.
  • આ સાથે જ ચંદ્રના બાહરી આવરણને પણ સ્કેન કરવાનું કામ કરશે.


3. લેન્ડર "વિક્રમ": વજન 1,471 કિલોગ્રામ

ઇસરોનું આ પહેલું મિશન છે. જેમાં લેન્ડરને પણ મોકલવામાં આવ્યું હતું. આ લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક તરીકે ઓળખાતા એવા વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યું છે. આ વિક્રમ નામક લેન્ડર જ ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડીંગ કરશે. સૉફ્ટ લેન્ડીંગ એટલે કે કોઇપણ નુકશાન વિના લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડરની સાથે 3 પેડોલ પણ મોકલાવામાં આવી રહ્યાં છે. જેનું કાર્ય ચંદ્રની સપાટી પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી, તાપમાનમાં થનારા ઉતાર ચડાવ તથા તળિયાની નીચે થનારી હલનચલન ( ભૂકંપ) , સ્પીડ, તથા તિવ્રતાની માહિતી મેળવવાનું કામ કરશે.

4. રોવર "પ્રજ્ઞાન": વજન 27 કિલોગ્રામ

લેન્ડરની અંદર જ રોવર (પ્રજ્ઞાન) રહેશે. જે 1 સેન્ટીમીટર/સેકન્ડની ઝડપથી લેન્ડરની બહાર નિકળશે, જેને સંપૂર્ણ પણે બહાર નિકળવામાં 4 કલાક જેટલો સમય લાગશે. આ રોવર (પ્રજ્ઞાન) બહાર આવ્યા બાદ ચંદ્રની સપાટી પર 500 મીટર સુધી ચાલશે. આ રોવર ચંદ્ર પર 1 દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ કામ કરશે. જેની સાથે 2 પેડોલ પણ મોકલાવામાં આવશે. જેનું કાર્ય લેન્ડીંગ સાઇટ પાસે રહેલા તત્વોની ઉપસ્થિતી અને ચંદ્રની સપાટીનું ભૌતિક બંધારણ જેમ કે ચંદ્રની સપાટી પર રહેલી ખડકો અને માટીનું મુળભુત બંધારણની માહિતી મેળવવાનું હશે. પેલોડ દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતી લેન્ડરને મોકલશે, જે બાદ લેન્ડર આ તમામ ડેટા ઇસરોને મોકલશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઈસરો દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જૂલાઇના રોજ નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જો કે કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે મિશનને પોસ્ટપોન્ડ કરવામાં આવ્યું હતું. તો આટલા ટૂંકા સમયગાળામાં જ ઈસરોએ ટેકનિકલ ખામીઓને શોધી તેનું નિવારણ લાવીને મિશન ચંદ્રયાન-2ને ફરીથી પ્રબળ બનાવ્યું છે. તો આજે ફરીથી શ્રીહરી કોટા ખાતે સતીશ ધવન સેન્ટર ખાતેથી મિશન ચંદ્રયાન-2ને લૉન્ચ કરવામાં આવશે.

મહત્વનું છે કે, ચંદ્રયાન-2માં ભારતનું સૌથી શ્રેષ્ઠત્તમ ગણાતા એવા બાહુબલી રોકેટના મારફતે લૉન્ચ કરવામાં આવ્યું છે. આ પળનો દરેક ભારતીય છેલ્લા ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. તે આજરોજ સ્વપ્ન પૂર્ણ થયું હતું.

Last Updated : Jul 22, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details