વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે એક મોટું નિવેદન આપતા કહ્યું કે, પાકિસ્તાન પુલવામામાં આતંકી હુમલાનો આરોપી મસૂદ અજહરને સોપી દે. એક કાર્યક્રમમાં સુષ્મા સ્વરાજે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મસૂદ અજહરને કેમ ભારતને નથી સોંપી રહ્યા.
મોદી ગવર્નમેન્ટસ ફોરેન પોલીસી પર ચર્ચા પર તેમણે કહ્યું કે, પાકિસ્તાનને ISI તથા પોતાની સેના પર નિયંત્રણ કરવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, અમે આતંકવાદ પર ચર્ચા નથી કરવા માંગતા અમે તેના પર કાર્યવાહી કરવા માંગીએ છીએ. આતંક તથા ચર્ચા સાથો સાથ નથી ચાલી શકતી.
સ્વરાજે ભારત દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી ભારતીય વાયુ સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનના જવાબી હુમલા વિશે પણ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે કહ્યું કે, ભારતે ફક્ત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને નિશાનો બનાવ્યો છે.
તેમણે કહ્યું કે જૈશની તરફથી પાકિસ્તાની સેનાએ ભારતીઓ પર હુમલો કર્યો? તેમે ફક્ત આંતકીઓને પોતાની જમીન પર રાખી રહ્યા છો. અને જ્યારે પીડિત દેશ પ્રતિરોધ કરે છે, તો તમે આતંકી સંગઠનો તરફ રહી એ દેશ પર હુમલો કરો છો. જો ઈમરાન ખાન એટલા જ સંવેદનશીલ છે, તો કેમ ભારતને મસૂદ અજહર સોંપી નથી દેતા.
વિદેશ પ્રધાને કહ્યું કે, ભારત પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો બની શકે છે. જો પાકિસ્તાન આતંકીઓ પર કાર્યવાહી કરે તો.