ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદની ધરપકડ - india

લાહોરઃ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ આતંકી હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. આતંકી હાફિઝ સઈદ જ્યારે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ હાફિઝ સઈદ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. આ અંગે સઈદે કહ્યું કે, તે કોર્ટમાં જશે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા એન્ટી ટેરર કોર્ટે સઈદને જામીન આપ્યા હતા. અત્યારે ઇમરાન ખાન સરકાર પર ફાઈનૅન્શલ એક્શન ટાસ્ક ફોર્સે આતંકીઓ અને તેમના સંસ્થાનો વિરુદ્ધ કડક કાર્યવાહીનું દબાણ બનાવ્યું છે.

લાહોરમાં આંતકી હાફિજ સઈદની ધરપકડ, જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો

By

Published : Jul 17, 2019, 1:06 PM IST

Updated : Jul 17, 2019, 1:18 PM IST

મહત્વનું છે કે, પાકિસ્તાની એજન્સીઓએ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને અન્ય 12 વ્યક્તિઓ આતંકી ફંડિગ પુરુ પાડવાના વિવિધ અપરાધોમાં ગુનો નોંધ્યો હતો. આ પહેલાં પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદ દ્વારા ચલાવવામાં આવી રહેલી શાળાઓ બંધ કરાવવાની કાર્યવાહી કરી ચૂકી છે.તમને જણાવી દઈએ કે, આતંકવાદી હાફિઝ સઈદ 2008માં મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે, જેમાં 164 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ અમેરિકાએ પણ તેના પર 1 કરોડ ડૉલરનું ઈનામ જાહેર કર્યું હતું.

લાહોરમાં આંતકી હાફિજ સઈદની ધરપકડ, જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો

દુનિયાના ખતરનાક આતંકીઓ પૈકીના એક હાફિઝ સઇદ પાકિસ્તાનમાં રહી ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ ષડ્યંત્રો રચી રહ્યો છે. સઇદનો અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આંતકીઓની યાદીમાં સમાવેશ કરાયો છે, પરંતુ આજે પણ એ ભારત વિરૂદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. શરૂઆતમાં હફિઝ સઈદને નજરકેદ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આઝાદ પણ કરવામાં આવ્યો હતો. જેની આઝાદી પર ભારત સાથે અમેરિકાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. હાફિઝે આઝાદ થતાંની સાથે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની ધમકી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારતાં પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું હતું. જેથી બાંગ્લાદેશનાં નામથી નવા દેશનો ઉદય થયો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનની ભારત સામે કરારી હાર થઇ હતી, એટલું જ નહીં પાકિસ્તાનના બે ટુકડા પણ થઈ ગયા હતા.

Last Updated : Jul 17, 2019, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details