દુનિયાની તમામ ફિલ્મો આ ફેસ્ટીવલમાં આવતી હોય છે, જે પૈકી ગુજરાતની અને તેમા પણ શૈલેશ શાહ નિર્મિત આ ફિલ્મ જાપાનમાં યોજાનારા આ ફેસ્ટીવલમાં નોમીનેટ થતા આણંદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદ નિર્મિત ગુજરાતી ચલચિત્ર 'બાવરી' એક ક્લાસિકલ પારિવારિક ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ છે. જયારે ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર જયેશભાઈ ત્રિવેદી છે. આ ફિલ્મમાં બાવરીની ભૂમિકા અર્થાત મુખ્ય પાત્ર આદિતી પટેલે ભજવ્યું છે. આદિતી પટેલની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવા અભિનયના ઓજશ ફિલ્મમાં પાથર્યા છે.
જાપાનના ફિલ્મ ફેસ્ટીવલમાં ગુજરાતી ફિલ્મ નોમીનેટ થઈ
આણંદઃ ગુજરતી ફિલ્મ જગતમાં માત્ર ચાર વરસના ટૂંકાગાળામાં 18થી વધુ સુપર ડુપર ગુજરાતી રંગીન ચલચિત્ર બનાવી ઢોલીવુડમાં અનોખો રેકોર્ડ સર્જનારા આણંદના ગુજરાતી ફિલ્મ નિર્માતા શૈલેશ શાહની ફિલ્મ 'બાવરી' આગામી ડીસેમ્બર માસમાં જાપાનમાં યોજાનારી જેનર સેલિબ્રેશન ફેસ્ટીવલમાં નોમીનેટ થઇ છે.
ફિલ્મની કથાવસ્તુ આ પ્રમાણે છે કે, બાવરી એક ગરીબ ઘરની મહિલા છે, એક ઇન્સ્પેક્ટર દ્વારા આ મહિલા પર જાતીય અત્યાચાર ગુજરવવામાં આવે છે. તેથી તે ન્યાય મેળવવા માટે બાવરી કઈ રીતે તંત્ર સમક્ષ લડત આપે છે અને ન્યાય મળ્યા પછી તેની સાથે કેવી પરીસ્થિતિનું નિર્માણ થાય છે. તેનું વર્ણન આ ફિલ્મમમાં કરાયું છે.
આ ફિલ્મ આગામી મે-જૂન મહિનામાં ગુજરાતના તમામ સિનેમાઘરોમાં રજૂ થવા જઇ રહી છે. જો કે, ડીસેમ્બર મહીનામાં જાપાન ખાતે યોજાનાર જેનર સેલિબ્રેશન ફેસ્ટીવલમાં આ ફિલ્મ નોમીનેટ થતા સમગ્ર ચરોતર નહિ પરંતુ ગુજરાત અને ગુજરાતી ફિલ્મ જગત માટે એક ગૌરવ ની બાબત છે.