ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના 21 ધારાસભ્ય જયપુર પહોંચ્યા

રવિવારે રાત્રે કોંગ્રેસના 21 ધારાસભ્યો જયપુર પહોંચ્યા હતા. જયપુર એયરપોર્ટ પર કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પોલીસ સુરક્ષા વચ્ચે શિવ વિલાસ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા. 17 ધારાસભ્ય અમદાવાદથી અને 4 ધારાસભ્ય સુરતથી જયપુર પહોંચ્યા હતા.

કોંગ્રેસના 21 ધારાસભ્ય જયપુર પહોંચ્યા
કોંગ્રેસના 21 ધારાસભ્ય જયપુર પહોંચ્યા

By

Published : Mar 15, 2020, 11:50 PM IST

જયપુર: શનિવારે 14 ધારાસભ્ય જયપુર પહોંચ્યા હતા જેમને શિવ વિલાસ રિસોર્ટમાં રોકાણ આપવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસમાંથી અત્યાર સુધી 35 ધારાસભ્યો જયપુર પહોંચ્યા છે. બાકીના ધારાસભ્યોને પણ જયપુર લાવવામાં આવે તેવી સંભાવાન છે.

શિવ વિલાસ રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો માટે 73 રૂમ બુક કરાવવામાં આવ્યા છે. શિવ વિલાસ રિસોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રિસોર્ટ બહાર અને અંદર પોલીસ ગોઠવવામાં આવી છે અને અંદર કોઇને પણ જવાની મંજુરી નથી.

રાજસ્થાન સરકારના ચીફ વહીપ મહેશ જોશી અને ડેપ્યુટી ચીફ વહીપ મહેન્દ્ર ચૌધરી માટે જવાબદારી સોંપાઈ છે.રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર છે. કોંગ્રેસના 14 ધારાસભ્યોને રાજસ્થાન શિફ્ટ કરાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો માટે 3 રિસોર્ટ બુક કરવામાં આવ્યા છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માને ધારાસભ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલના ફાળે છે તો મધ્ય અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ભરતસિંહ સોલંકીના ફાળે છે.

લાખા ભરવાડ, પૂનમ પરમાર, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરિયા, નાથાભાઈ પટેલ, હિંમતસિંહ પટેલ, ઈન્દ્રજીત ઠાકોર, રાજેશ ગોહિલ, અજીતસિંહ ચૌહાણ, હર્ષદ રિબડિયા રાજસ્થાન પહોંચ્યા છે. રાજસ્થાનના બે અલગ અલગ શહેરોમાં ધારાસભ્યોને રખાશે. ઉત્તર- મધ્યના MLAને ઉદયપુર, અન્યોને જયપુર રખાશે.

કોંગ્રેસના ધારાસભ્યો માટે 3 રિસોર્ટ બુક કરવામાં આવ્યા છે.કોંગ્રેસી ધારાસભ્યો માટે શિવ વિલાસમાં પણ રૂમ બૂક કરાયા છે. કોંગ્રેસી ધારાસભ્યોની મહેમાનગતિ હેલ્થ મિનિસ્ટર રઘુ શર્મા, ચીફ વહીપ મહેશ જોશી અને ડેપ્યુટી ચીફ વહીપ મહેન્દ્ર ચૌધરી માટે જવાબદારી સોંપાઈ છે. સંસ્કૃત એજ્યુકેશન મિનિસ્ટર ડો. સુભાષ ગર્ગને પણ જવાબદારી સોંપાઈ છે.

કોંગ્રેસના ધારાસભ્યો જ્યા રહેવાના છે એ લક્ઝુરિયસ રિસોર્ટ છે. પ્રત્યેક રૂમ દીઠ સ્વિમિંગ પુલ છે. એક રાતનું ભાડું 18000થી લઈ રૂપિયા 1 લાખ સુધીનું છે. તો કોંગ્રેસી ધારાસભ્યો રિસોર્ટમાં રોકાતાં રિસોર્ટ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ ધારાસભ્યો કોઈપણ પ્રકારે ભાજપનાં સંપર્કમાં ન આવે તે માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. હવે આ ધારાસભ્યોને સીધા મતદાનના દિવસે જ ગુજરાતમાં લાવવામાં આવશે. ત્યાં સુધી તેઓ આ લક્ઝુરિયસ રિસોર્ટમાં પ્રજાને એકલાં મૂકીને આનંદ અને મોજ ફરમાવશે.

ABOUT THE AUTHOR

...view details