ગુજરાતની 26 સીટમાં જોઈએ તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીનો સીધો સંબંધ ગુજરાત સાથે છે તેથી આ વખતે પણ સમગ્ર દેશની નજર ગુજરાત પર રહેશે.આ વખતે જોઈએ તો ભાજપ 2014ની માફક 2019માં પણ તેમને જળહળતી સફળતા મળશે. આ તમામ વાતનો સરવાળો આપણને 23 મેના રોજ જાણવા મળશે કે ગુજરાત કોને આશીર્વાદ આપી રહ્યું છે.
2014ની વાત કરીએ તો ભાજપને ગુજરાતમાં 59.1 ટકા મત મળ્યા હતા જ્યારે તેની પ્રતિસ્પર્ધી કોંગ્રેસને 32.9 ટકા મત મળ્યા હતા. તો સામે અન્યમાં પણ 8 ટકા મત ગયા હતા. જેમાં ભાજપે રાજ્યની 26માંથી 26 સીટ મેળવવામાં ભાજપ સફળ રહ્યું હતું.ગુજરાતમાં 2014માં 63.6 ટકા સરેરાશ મતદાન રહ્યું હતું.
આટલી સીટ પર કોંગ્રેસ બરાબરનું જોર લગાવી માહોલ ઉભો કર્યો
લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસે ગુજરાતની તમામ 26 સીટ ખોઈ બેઠું હતું. ભાજપ ફરી એક આ પરિણામોને ગુજરાતમાં રિપીટ કરવા માંગે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 77 સીટ મેળવી સરસાઈ કરવામાં સફળ રહ્યું હતું. વિધાનસભાની આ જીતને ધ્યાને લઈ કોંગ્રેસે આ વખતે ગુજરાતની લગભગ અડધાથી ઉપરની સીટ પર બરાબરનું જોર લગાવ્યું છે જ્યાં કોંગ્રેસ ભાજપને સારામાં સારી ટક્કર આપશે. કોંગ્રેસે જૂનાગઢ, અમરેલી, આણંદ, બારડોલી, વલસાડ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ખેડા, પાટણ, સાબરકાંઠા, અને બનાસકાંઠા જેવી સીટ પર પ્રચાર કરવામાં કોઈ કસર રાખી નથી.
ખેડૂતો, કર્મચારીઓની નારાજગી સમીકરણ બગાડી શકે છે
ગુજરાતમાં ખેડૂતોનો ગુસ્સો તથા કર્મચારીઓનો રોષનો ભોગ બને તેવી શક્યતાઓ છે, સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ ભારે રોષ છે. હમણા થોડા સમય પહેલા જ રાજ્યમાં થયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના ઘરણા તથા એસટી કર્મચારી, શિક્ષકો વગેરેની નારાજગી પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ તમામ લોકો રાજકીય સમીકરણ બગાડી શકે છે.