ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ગુજરાતના 12 જિલ્લાઓને યુનિવર્સિટી મળશે - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર, દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક યુનિવર્સિટી હોવી જોઈએ. તેને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેના તાત્કાલિક અમલીકરણ યોજના હેઠળ 12 જિલ્લાઓની ઓળખ કરી છે.

gujarat-12-colleges-identified-to-be-converted-into-universities
ગુજરાત: રાજ્યના 12 જિલ્લાઓને યુનિવર્સિટી મળશે, ડિગ્રી કોલેજોને યુનિવર્સિટીનો દરજ્જો મળશે

By

Published : Aug 27, 2020, 3:50 PM IST

નવી દિલ્હીઃ ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ માટે હોદ્દેદારો સાથે અનેક ચર્ચા-વિચારણા કર્યા પછી, રાજ્યના શિક્ષણ વિભાગે 12 કોલેજોની ઓળખ કરી છે, જે દરેક જિલ્લામાં એક-એક યુનિવર્સિટીમાં ફેરવાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર, દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક યુનિવર્સિટી હોવી જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તાત્કાલિક અમલીકરણ યોજનાના ભાગરૂપે 12 જિલ્લાઓ જ્યાં યુનિવર્સિટીઓ નથી તેની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, અમરેલી, મહીસાગર, મોરબી, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે.

આ 12 જિલ્લાઓમાં એક-એક કોલેજની ઓળખ કરવામાં આવી છે જે યુનિવર્સિટીઓ તરીકે ચલાવવામાં સક્ષમ છે. આમાં તકનીકી અને બિન-તકનીકી તેમજ સરકારી અને સહાયિત કોલેજો બન્નેનો સમાવેશ થાય છે. આ 12માંથી 9 સહાય અનુદાન, 3 સરકારી અને 2 મહિલા કોલેજ છે.

શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્યું કે, “આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોમાંની એક છે. કોલેજો ઉપરાંત, અમે યુનિવર્સિટીની જાળવણી માટે જિલ્લાની ક્ષમતાઓ પણ જોઈ રહ્યાં છીએ. તેમ છતાં, તે સમય જતાં વિકસિત થશે, પ્રારંભિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે."

NEPની જોગવાઈ મુજબ, દરેક તાલુકામાં એક કોલેજ હોવી જોઈએ. આ માટે શિક્ષણ વિભાગે કુલ એક પણ કોલેજ ન હોવાના કુલ 251 તાલુકાઓમાંથી 18ની ઓળખ કરી છે. જેમાં આણંદ જિલ્લાના તારાપુર અને અમરેથ, તાપીના કુકરમુંડા અને ડોલવણ તાલુકામાં 2 કોલેજનો સમાવેશ થાય છે. અમદાવાદના ધોલેરા તાલુકામાં એક પણ કોલેજ નથી.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા "તાત્કાલિક કાર્યવાહી" હેઠળ વર્ગીકૃત NEP 2020માં સૂચિબદ્ધ અન્ય સુધારાઓ, વિવિધ માસ્ટર અભ્યાસક્રમો, વિવિધ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો અને 4 વર્ષ, 3 વર્ષ અથવા 1 વર્ષના અભ્યાસક્રમો તરીકે આપવામાં આવતા કાર્યક્રમોની ઓળખ છે.

ABOUT THE AUTHOR

...view details