આંકડાના વિશ્લેષણમાં રેટિંગ કંપનીએ જણાવ્યું હતું કે, GST સંગ્રહ એપ્રિલમાં સૌથી વધુ છે, જોકે તે 2019-20ના માસિક લક્ષ્યાંક કરતાં ઓછો છે.
રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, GSTના અમલીકરણને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં લક્ષ્યાંક જાળવવા સરકારે GST સંગ્રહમાં રાહત રાખવી પડશે, કારણ કે GST અમલમાં મૂક્યા પછી સંગ્રહમાં અસ્થિરતા ચાલુ રહી છે.