GST કલેક્શનમાં મોદી સરકારને એક વાર ફરી મોટો ઝટકો ખાવાનો વારો આવ્યો છે.ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન 1 લાખ કરોડ રુપિયાની નીચે આવીને ઊભું રહી ગયુ છે. આ અંગેની વિગતો રેવન્યૂ ખાતા તરફથી જાહેર આંકડામાં સામે આવી છે.
રેવન્યૂ વિભાગની વિગતો મુજબ જોઈએ તો ઓગસ્ટમાં કુલ 98.203 રુપિયા મળ્યા છે. જેમાં 24 હજાર કરોડ રુપિયાથી પણ વધારે રકમ ફક્ત ઈમ્પોર્ટમાંથી મળી છે.
આ આંકડાઓ મુજબ જોઈએ તો GST કલેક્શનમાં 98.203 કરોડ રુપિયામાં કેન્દ્ર અને રાજ્ય બંનેની ભાગીદારી હોય છે. 98 હજાર કરોડ રુપિયામાંથી 17733 કરોડ કેન્દ્ર સરકારના છે, જ્યારે 24239 કરોડ રાજ્યોને મળ્યા છે.જ્યારે 48958 કરોડ રુપિયા IGSTને મળ્યા છે.
તો વળી વિભાગ તરફથી પ્રાપ્ત અન્ય વિગતો મુજબ જોઈએ તો 31 ઓગસ્ટ 2019 સુધી કુલ 75.80 લાખ લોકોએ રિટર્ન ભર્યું છે. જેમાંથી કેન્દ્ર સરકારને લગભગ 40 હજાર કરોડનું રેવન્યૂ પ્રાપ્ત થયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જૂલાઈ 2019માં 102083 કરોડ રુપિયાનું કલેક્શન રહ્યું હતું, જ્યારે જૂનમાં આ રકમ 99939 કરોડ રુપિયા નોંધાયું છે. એટલે કે જૂનથી લઈ જૂલાઈ એક મહિનાની સરખામણીએ ઓગસ્ટમાં તળીયે ઘટાડો નોંધાયો છે.
અહીં મહત્વનું છે કે, જીએસટીની પહેલા જીડીપીમાં પણ મોદી સરકારની ભારે નિંદા થઈ રહી છે. દેશના વિકાસમાં સતત ઘટાડો નોંધાતા જાય છે. પ્રથમ ક્વાર્ટરમાં વિકાસમાં 5.8 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગયો છે. આમ જો વાર્ષિક ગણતરી કરવા જઈએ તો આ વિકાસમાં 3 ટકાનો ઘટાડો થયો હોવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા આ સમયે દેશનો વિકાસ દર 8 ટકા હતો.