આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલ ગ્રેનેડ ભટ્ટના ઘરની બહાર થયો હતો. પરંતુ હુમલામાં કોઈ હતાહત નથી થઈ. આ હુમલો તે સમયે થયો જ્યારે ભટ્ટના નિવાસસ્થાને નેશનલ કોન્ફરન્સના સ્થાનિક કાર્યકર્તા ભેગા થઈ રહ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરંસના નેતાના ઘરે થયો ગ્રેનેડ હુમલો - National Conference
ન્યૂઝ ડેસ્ક: જમ્મુ કાશ્મીરના ત્રાલમાં મંગળવારે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલો નેશનલ કોન્ફરંસના નેતા મોહમ્મદ અશરફ ભટ્ટના ઘરે કરવામાં આવ્યો છે.
ફાઈલ ફોટો
આપને જણાવી દઈએ કે હમણાં જ ભટ્ટના પિતા અને બે ભાઈઓની આંતકવાદીઓએ હત્યા કરી નાખી હતી.