નવી દિલ્હીઃ કોરોના રાહત પેકેજના ભંડોળની ફાળવણી અંગે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ પર પ્રતિક્રિયા આપતા, સરકારે આપેલ રાહત પેકેજ નાણાકીય જીડીપીની રકમ 1,86,650 કરોડ રુપિયાના 0.91 ટકા જેટલી છે, જે આર્થિક સંકટની ગંભીરતના ધ્યાને રાખતા અપર્યાપ્ત છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અમે એ વાત પર દુઃખ વ્યક્ત કરીએ છીએ કે, નાણાકીય રાહત પેકેજને કેટલાય વર્ગોને કંઇ આપવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું કે, અમે પુરી રીતે રાહત પેકેજથી નિરાશ છીએ અને તેના પરપ સરકારને પુનવિચાર કરવાની અપીલ કરીએ છીએ. અમે સરકાર પાસે માગ કરીએ છીએ કે, સરકાર 10 લાખ કરોડનું વધુ રાહત પેકેજ આપે, જેનો કુલ ખર્ચ જીડીપીના 10 ટકા બરાબર જેટલો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વધુ ઉધાર લેવો, અર્થતંત્રને વેગ આપવા માટે વધુ ખર્ચ કરવો, સરકાર સુધારણા આગળ વધારતી વખતે તકવાદી બની રહી છે, તે સંસદમાં ચર્ચાને નકારી કરી રહી છે. તેનો વિરોધ કરવામાં આવશે.