- 70 સભ્યોની સમિતિની રચના
- દિગ્ગજ નેતાઓથી લઇને અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો સામેલ
નવી દિલ્હી: ગુરુ તેગ બહાદુરની 400મી જયંતિની ઉજવણીના આયોજન માટે કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
આ એક 70 સભ્યોની સમિતિ છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમન, હરદીપસિંહ પુરી, પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સહિત હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, મહારાષ્ટ્ર વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનના મુખ્યપ્રધાનો પણ આમાં સામેલ છે.