નવી દિલ્હી: ફ્લાઈટ લોકડાઉન કરતી વખતે લોકોને તેમના ફોનમાં આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશન લગાવવી ફરજિયાત બનાવવાની સંભાવના છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે, હવાઈ મુસાફરો માટે આ એપ્લિકેશનને ફરજિયાત બનાવવા અંગેની પ્રાથમિક વિમાન એરલાઇન્સ સાથે ચર્ચા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ અંગે હજૂ કોઈ નિર્ણય લીધો નથી.
આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન યુઝરમાં કોવિડ-19નું જોખમ છે કે કેમ તે ઓળખવામાં સહાય કરે છે. આરોગ્ય સેતુ એપ લોકોને મહત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડે છે. જેમાં કોરોના વાઈરસથી દૂર રહેવાના માર્ગો અને તેના લક્ષણો શામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, જો ઉડ્ડયન મંત્રાલય દરખાસ્તને મંજૂરી આપશે તો, જે મુસાફરોની પાસે તેમના ફોન પર એપ્લિકેશન નથી. તેમને ફ્લાઈટમાં ચઢવા દેવામાં આવશે નહીં.
કમર્શિયલ ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરવા અંગે સરકારે હજૂ નિર્ણય લીધો નથી. કોરોના વાઈરસ નોવેલ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ભારત 25 માર્ચથી લોકડાઉન કરી રહ્યું છે, દેશમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 67,100થી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 2,200થી વધુ લોકો મૃત્યું પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસથી ચાલતા લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થશે.
લોકડાઉન અવધિ માટે તમામ કમર્શિયલ ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. જો કે, કાર્ગો ફ્લાઇટ્સ, મેડિકલ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ અને વિમાન નિયમનકાર ડીજીસીએ દ્વારા મંજૂર કરવામાં આવેલી વિશેષ ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવી છે.