ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામામાં થયેલા હમલા બાદ વિપક્ષ સરકારની સાથે

નવી દિલ્હી: પુલવામાના આતંકવાદી હમલાને લઈને ચાલી રહેલી બેઠક પુર્ણ થઈ છે. પુલવામામાં આતંકવાદી હમલા પછી આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધમાં ભારતની નિષ્ઠા દર્શાવતા શનિવારે તમામ દળોએ આ વાતને રેખાંકિત કરી કે, ભારતની એકતા અને પ્રામાણિકતાને સુરક્ષિત કરવા સમયે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં આપણા સુરક્ષા દળોની સાથે એકજૂથ થઈને ઉભા રહીએ.

By

Published : Feb 17, 2019, 1:45 PM IST

સ્પોટ ફોટો

ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ આતંકવાદી હુમલા અને તેને સરહદ પારથી મળેલા સમર્થનની નિંદા કરતા એક ઠરાવ પસાર કર્યો હતો. પ્રસ્તવામાં પાકિસ્તાનનુ નામ નથી લેવામાં આવ્યું, પરંતુ એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે, ભારતીય સીમા પારથી આતંકવાદી ખતરાનો સામનો કરી રહ્યું છે. જેમાં હાલ જ પાડોશી દેશના દળો દ્વારા ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે આ ચુનોતી સાથે લડવા માટે નિષ્ઠા બતાવી છે. આ પડકારોનો સામનો લડવા માટે આખો દેશ સંકલ્પ વ્યક્ત કરવા માટે એક સ્વર છે.

આ ઉપરાંત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હમલાની નિંદા કરવામાં આવી હતી. જેમાં CRPFના 40 જવાનો શહિદ થયા હતા. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, આ વિકટ સમયે અમે શહીદોના પરિવાર સાથે છીએ. છેલ્લા 3 દાયકાઓથી ભારત સીમાપારના આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે. આ લડાઈમાં આખો દેશ એકજૂથ થઈને ઉભા રહેશે.

ABOUT THE AUTHOR

...view details