હૈદરાબાદમાં લોકડાઉન વચ્ચે ઉત્તરપ્રદેશના યુવકનું મોત
ઉત્તરપ્રદેશના ગોરખપુરના શ્રમિક પરિવારના યુવકનું મોત નીપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. કુટુંબને આર્થિક મદદ કરવા માટે કામકાજની તલાશમાં આ યુવક હૈદરાબાદ આવ્યો હતો. જ્યાં કોરોના સંકટને પગલે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થતા તેમજ રોજીરોટી બંધ થતા યુવક અચાનક બિમાર પડ્યો હતો અને હોસ્પિટલમાં સારવારના અભાવે તેનું મોત થયું હતું.
હૈદરાબાદમાં લોકડાઉન વચ્ચે ઉત્તરપ્રદેશના યુવાનનું મોત
ઉત્તરપ્રદેશ: ગોરખપુરનો શ્રમિક પરિવાર રોજીરોટી માટે બેંગલુરુ આવીને વસ્યો હતો જ્યાં કુટુંબને આર્થિક મદદ કરવા માટે આ યુવકે હૈદરાબાદ જઇને કામકાજ શોધવાનું વિચારતા હૈદરાબાદમાં આવ્યો હતો. પરંતુ હૈદરાબાદમાં યુવક અચાનક બિમાર પડતા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાતને પગલે તે તેના માતાપિતા પાસે પરત જઇ શક્યો ન હતો અને હોસ્પિટલમાં સારવારના અભાવે તેનું મોત થયું હતું. આ બાબતની જાણ પરિવારજનોને થતા તેમના માથે આભ તૂટી પડ્યુ હતું.