વિક્રમ અંબાલાલ સારાભાઇનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઇ એક ઉદ્યોગપતિ હતા તેમજ ગુજરાતમાં અનેક મિલના માલિક હતા. વિક્રમ સારાભાઇએ 'કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલય'ના સેન્ટ જૉન કોલેજમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. વધુમાં જણાવીએ તો વિક્રમ સારાભાઇ એવા વૈજ્ઞાનિક હતા કે, જેઓ હંમેશા યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવામાં પ્રોસ્તાહિત કરતા હતા. સારાભાઇએ વર્ષ 1947માં અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની સ્થાપના કરી હતી.
વિક્રમ સારાભાઇને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 1966માં પદ્મ ભુષણ અને વર્ષ 1972માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઇસરોની સ્થાપનામાં વિક્રમ સારાભાઇનો મહત્વનો ફાળો છે. તો આવો જાણીએ કઇ રીતે થઇ ઇસરોની સ્થાપના
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની સ્થાપના વિક્રમ સારાભાઇની મહાન ઉપલ્બધિઓમાંની એક છે. રુસી સ્પુતનિકના લૉન્ચ બાદ તેમણે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ વિશે સરકાર સાથે વિચારણા કરી હતી અને ઇસરો ભારત માટે જરૂરી છે તેમ જણાવ્યું હતું.
વધુમાં જણાવીએ તો ઇસરો અને પીઆરએલ ઉપરાંત સારાભાઇએ અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી. એટલું જ નહીં વિક્રમ સારાભાઇ 'પરમાણુ ઉર્જા આયોગ' ના અધ્યક્ષ પદે પણ કાર્ય કરી ચૂક્યા હતા. તેમણે અમદાવાદમાં સ્થિત અન્ય ઉદ્યોગપતિઓની સાથે મળીને 'ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ', અમદાવાદની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
વિક્રમ સારાભાઇએ સ્થાપિત કરેલી સંસ્થાઓના નામઃ
- ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), અમદાવાદ
- કમ્યુનિટી સાઇન્સન્ટ સેર, અમદાવાદ
- દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આર્ટસ્, અમદાવાદ
- સ્પેસ એપ્લિકેશ સેન્ટર, અમદાવાદ
- ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર, કલ્પકમ
- ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ
- યૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જાદૂગુડા, બિહાર