આપને જણાવી દઈએ કે, લોન્ચિંગ વ્હિકલમાં તકનીકી ખામી સર્જાતા ઈસરોએ ચંદ્રમાં દક્ષિણી ધ્રુવ પર મોકલવામાં આવતું ચંદ્રયાન-2નું લોન્ચિંગ રોકી દીધું હતું. બાદમાં હવે બધું બરોબર થશે પછી તેની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવશે.
એક યુઝર્સે ટ્વીટર પર લખ્યું હતું કે, ખામીની સમયસર જાણ થતાં ખુશ છું, આ બધુ ધરતી પર ઠીક થઈ શકે. લોન્ચિંગ બાદ તે સંભવ નથી, આશા રાખીએ કે, ઠીક થયા બાદ જલ્દીથી લોન્ચિંગની તારીખ જણાવે.