ગુજરાત

gujarat

ETV Bharat / bharat

20 જુલાઈ: ચંદ્ર પર માનવીનું પ્રથમ કદમ, કવિઓની કલ્પના બદલી હકીકતમાં - history

નવી દિલ્હી: ઈતિહાસના પન્નાઓમાં 20 જુલાઈની તારીખે એક એવી ઘટના નોંધાઈ છે, જેમણે ચાંદના કવિઓને કલ્પનાઓ અને આભાસથી દુનિયામાંથી બહાર કાઢી જમીન પર લાવી દીધા હતા. તો આવો જાણીએ શું છે આ સમગ્ર કહાની.

ચંદ્રની સપાટી પર મનુષ્યનું પ્રથમ કદમ

By

Published : Jul 20, 2019, 8:44 AM IST

Updated : Jul 20, 2019, 10:14 AM IST

હકીકતમાં જોઈએ તો એ 20 જુલાઈ એ દિવસ હતો જ્યારે નીલ આર્મસ્ટ્રોંગના રૂપમાં કોઈ માણસે પ્રથમ વખત ચંદ્રમા પર કદમ રાખ્યો હતો.

ભારતમાં ચંદ્રયાન-2ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ વચ્ચે આ અભિયાનના 50 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી રહી છે.

16 જુલાઈના રોજ અમેરિકાના ફ્લોરિકા પ્રાંત સ્થિત જૉન એફ કૈનેડી સ્પેસ સેન્ટરથી ઉડેલું નાસાનું એક અંતરિક્ષ યાન અપોલો 11 ચાર દિવસનો સફર ખેડીને 20 જુલાઈ 1969ના રોજ માણસને ધરતીનો પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર પર લઈ આવ્યો.

આ યાન 21 કલાક 31 મિનિટ સુધી ચંદ્રમાની સપાટી પર રહ્યું.

દેશ દુનિયાના ઈતિહાસમાં 20 જુલાઈની તારીખ પર અન્ય અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની વિગતવાર સુચી કંઈક આ પ્રકારે છે

  • 1296:અલાઉદ્દીન ખિલજીએ પોતાને દિલ્હીના સુલતાન તરીરે ઘોષિત કર્યો.
  • 1654:આંગ્લ- પોર્ટુગલ સંધિ મુજબ પોર્ટુગલ ઈંગ્લેન્ડને આધીન થયું.
  • 1810: બોગોટા, ન્યૂ ગ્રેનેડા (હાલનું કોલંબિયા) ના નાગરિકોએ પોતાને સ્પેનથી અલગ કરીને સ્વતંત્ર ઘોષિત કર્યા.
  • 1847:જર્મનીના ખગોળશાસ્ત્રી થિયોડોરને ધૂમકેતુ બ્રોરસેન-મેટકૉકની શોધ કરી.
  • 1903:ફોર્ડ મોટર કંપનીએ પોતાની પ્રથમ કાર માર્કેટમાં લોન્ચ કરી.
  • 1951: જોર્ડનના શાહ અબ્દુલ્લા પ્રથમ યરુશલનમાં હુમલા દરમિયાન માર્યા ગયા.
  • 1956: ફ્રાંસની ટ્યૂનીશિયાને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો.
  • 1969: નીલ આર્મસ્ટ્રોંગના રુપમાં માણસે ચંદ્રમાની સપાટી પર પ્રથમ કદમ રાખ્યો.
  • 1997:તીસ્તા નદી પાણી વહેંચણી પર ભારત-બાંગ્લાદેશ વચ્ચે સમાધાન થયું.
  • 2002: ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે વિમાની સેવાની શરુઆત થઈ.
  • 2005: કેનેડામાં સમલૈંગિક વિવાહને કાનૂની મંજૂરી મળી હતી. આમ કરનાર કેનેડા દુનિયાનો ચોથો દેશ બન્યો.
  • 2007: પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે મુશર્રફ સરકાર દ્વારા બરતરફ કરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ઇફ્તિખાર ચૌધરીના પુનઃસ્થાપન નિર્ણય સંભળાવ્યો.
Last Updated : Jul 20, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details