ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 918 થઈ

ભારતમાં કોવિડ-19ની મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે દિલ્હી પાસેના ગાઝિયાબાદમાં પણ કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. અહીંયા કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 918 પર પહોંચી ગઇ છે.

ghaziabad corona update
ગાઝિયાબાદમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 918

By

Published : Jun 22, 2020, 9:38 AM IST

નવી દિલ્હી: ગાઝિયાબાદમાં રવિવારના રોજ કોરોનાના વધુ 65 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 918 કોરોના પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ થઇ છે. તેમજ કોરોના પોઝિટિવ એક્ટિવ દર્દીઓની સંખ્યા 362 છે. અત્યાર સુધીમાં ગાઝિયાબાદમાં 510 કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 46 લોકોનાં મોત થયાં છે.

ગાઝિયાબાદમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 918

કોવિડ-19 મહામારીના સંક્રમણના ફેલાવાને રોકવા ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ તૈયાર છે. અત્યાર સુધીમાં સ્વાસ્થય વિભાગ દ્વારા કુલ 16000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details