ચુરુ (રાજસ્થાન) : જિલ્લા મુખ્યાલયમાં નાબાલિક બેહનો પર દુષ્કર્મ આચારવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આરોપીએ બે સગી બહેનો પર સામુહિક દુષ્કર્મ આચર્યુંં હતું. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા બન્ને બહેનોના મડિકલ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
રાજસ્થાનમાં 3 શખ્સોની હેવાનિયત, બે સગી બહેનો પર આચર્યું સામુહિક દુષ્કર્મ
રતનગઢ તાલુકાના દાઉદસર ગામના નિવાસી આરોપી પનવ સિંહ અને તેના બે મિત્રો દ્વારા બે સગી બહેનો સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાના પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજસ્થાન
મળતી માહીતી મુજબ, આરોપી પવન શુક્રવારે રાત્રે પોતાના બે મિત્રો સાથે મળીને દેપાલસર રોડ પર બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બન્ને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ બન્ને બહેનોમાંથી એક 17 વર્ષની છે અને એક 14 વર્ષની છે. સમગ્ર ઘટાનાની જાણ બન્ને બેહનોએ પરિવારજનોને કરી હતી.
Last Updated : Jun 7, 2020, 7:35 PM IST