કટનીના દલિત વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્કૂલમાં રાત્રિ રોકાણ કરી ગાંધીજીએ શહેરનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે ગાંધીજી જે ઓરડામાં રોકાયા હતા, તે ઓરડો આજે પણ ગાંધીજીની યાદોને પોતાની બાહોમાં ઝકડીને બેઠો છે. સવાર થતાં ગાંધીજી હરિજન ઉદ્ધાર યાત્રા માટે નિકળી પડતા હતા. અહીં લોકો સાથે મળી તેઓ ગ્રામજનોને આઝાદીની લડાઈમાં જોડાવા માટે આહ્વાન કરતા.
મધ્ય પ્રદેશની આ શાળા ગાંધીજીને અતિપ્રિય હતી! - બ્રિટિશરોના કાળા શાસનમાંથી દેશને છૂટકારો
કટની (મધ્ય પ્રદેશ): બ્રિટિશરોના કાળા શાસનમાંથી દેશને છૂટકારો અપાવનારા મહાત્મા ગાંધીને મધ્યપ્રદેશ સાથે સારો એવો લગવા હતો. દેશના આવા મહાન સપૂતની યાદોથી મધ્ય પ્રદેશનું કટની શહેર પણ બાકાત નથી રહ્યું. દેશમાં આઝાદીની જ્વાળા પ્રજ્વલ્લિત કરતા કરતા ગાંધી જ્યારે કટની પહોંચ્યા તો સમગ્ર શહેર મહાત્મા ગાંધીના સ્વાગત માટે થનગની રહ્યા હતા. જેના નિશાન આજે પણ આપણને કણ કણમાં દેખાય છે.
આપને જણાવી દઈએ કે, બાલ ગંગાધર તિલકે જે અલખ જગાવી હતી, તેની નિશાની આજે પણ કટનીમાં જોવા મળે છે. મધ્ય પ્રદેશના કટનીમાં આવેલી આ રાષ્ટ્રીય શાળા તે જમાનાની એક માત્ર સ્વદેશી શાળા છે, એક સમયે આ શાળાની પ્રસિદ્ધી અને મહાત્મ્ય એટલું હતું કે, ગાંધીજી ખુદ અહીં આ શાળામાં રાત્રિ રોકાણ અર્થે આવતા.
જે શાળામાં ગાંધીજી રોકાયા હતી તે શાળાની સ્થાપના 1921માં કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રિય શાળા તિલક રાષ્ટ્રીય ઉમા વિદ્યાલયમાં આજે પણ હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહીં ધોરણ 1થી લઈ 12 સુધીનો અભ્યાસ થાય છે. આ શાળામાં ભણેલા બાળકોએ રાષ્ટ્રીય સ્તર પર શહેરનું નામ રોશન કર્યુ છે. આ શાળામાંથી ભણેલા અનેક વિદ્યાર્થીઓ દેશના ઉચ્ચા હોદ્દા પર, સરકારના મહત્ત્વના પદ પર નામ રોશન કરી ચૂક્યા છે.