પૂર્વીય દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ માર્લેનાએ અભદ્ર પત્રિકા વિવાદમાં ભાજપ અને આપ વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. ભાજપ નેતા ગૌતમ ગંભીર આરોપ છે કે, તેણે તેમના મત વિસ્તારમાં આપત્તિજનક પત્રિકાઓ વહેંચી છે.
ગંભીરે આપી આપને ચેલેન્જ, આરોપ સાબિત થશે તો ફાંસીએ લટકી જઈશ - kejriwal
ન્યૂઝ ડેસ્ક: દિલ્હીમાં પત્રિકાનો વિવાદ દિવસેને દિવસે નવા નવા રૂપ ધારણ કરી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે કે જો આપ આરોપ સિદ્ધ કરી બતાવે તો તેઓ ફાંસીએ લટકી જશે.
design
ગંભીરે આ મામલે હવે એકદમ ગંભીર બની ગયા છે જેમાં તેમણે અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપતા ટ્વીટ કર્યું છે અરવિંદ કેજરીવાલને ટેગ કર્યું છે. ટ્વીટ કરતા ગંભીરે કહ્યું કે, જો પત્રિકા વહેચવામાં તેનો હાથ છે અથવા તો તેની સાથે કોઈ લેવા દેવા છે તેઓ તેઓ જાહેરમાં ફાંસીએ લટકી જશે.
ગંભીરે સાથે એ પણ શરત લગાવી છે કો તેઓ આરોપ સાબિત ન કરી શકે તો કેજરીવાલને રાજનીતિ છોડવી પડશે.