નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે ત્રિપુરામાં 2,752 કરોડ રુપિયાથી વધુના ખર્ચ બનેલા કુલ 262 કિલોમીટરની લંબાઈના કુલ 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું શિલાન્યાસ કરશે. આ જાણકારી એક અધિકારીએ આપી હતી.
માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આનાથી ક્ષેત્રની સામાજિક-આર્થિક સ્થિતિ સારી થશે.મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરી ત્રિપુરામાં 2,752 કરોડ રુપિયાથી વધુના ખર્ચે બનેલા કુલ 262 કિલોમીટરની લંબાઈના કુલ 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું શિલાન્યાસ કરશે.
પરિયોજનાનું કામ પુર્ણ થતાં આંતરરાજ્ય અને બાંગ્લાદેશ સુધી પરેશાની મુક્ત સંપર્ક મળશે. આ રાજ્યના પ્રવાસન ક્ષેત્રને મજબુત કરવાની દિશામાં એક મુખ્ય પ્રગતિ હશે. નવી પરિયોજના સમગ્ર રાજ્યમાં અલગ-અલગ પ્રવાસન સ્થળો, ઐતિહાસિક સ્થાનો અને ધાર્મિક સ્થળોનું પરિવહન સંપર્ક, ઝડપી અને સલામત ચળવળ પ્રદાન કરશે. જેનાથી ક્ષેત્રના અકુશલ,અર્ધ-કુશલ અને કુશલ શ્રમશક્તિ માટે મોટી સંખ્યામાં રોજગાર અને સ્વ રોજગારની ત્તક ઉભી થવાની સંભાવના છે.
પરિયોજનાથી વાહનોનો પ્રવાસનો સમય અને જાળવણીની ખર્ચ અને બળતણનો વપરાશમાં ધટાડો આવશે. પરિયોજનાના અમલીકરણના વિસ્તારથી સામાજીક-આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ કૃષિ વસ્તુઓના પરિવહનમાં સુધારો કરશે.જેનાથી માલ અને સેવાઓનો ખર્ચ ધટાડશે. તેનાથી ત્રિપુરા રાજ્યના જીડીપીને વેગ મળશે.