રામપુરઃ ઉત્તર પ્રદેશમાં ફસાયેલા ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને બસમાંં રવાના કરવામાં આવ્યાં હતાં. રામપુરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આજમગઢ અને આગરાના લોકો ફસાયાં હતા. જો કે, કેટલાક લોકોને રામપુરની સીમા પરથી પોલીસે પકડી તેની તપાસ કરી બસ દ્વારા પોતાના વતન તરફ મોકલ્યાં હતાં.
UPથી ગુજરાત અને મહારાષ્ટ્રના પરપ્રાંતિયોને વતન રવાના કરાયાં
લોકડાઉનને કારણે ઉત્તરપ્રદેશમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યાં હતાં.
people
પોલીસે જણાવ્યું કે, તમામ યાત્રીઓને પુરી સુરક્ષા અને જવાબદારી સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી બસમાં રવાના કરવામાં આવ્યાં છે. યાત્રીઓને અને તેમના સામાનને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાંંથી 10 બસ રવાના કરવામાં આવી હતી. જેમાં 189 ગુજરાતના યાત્રીઓ અને 7 યાત્રી મહારાષ્ટ્રના મળી કુલ 196 યાત્રીઓને રવાના કરવામાં આવ્યાં હતાં.