ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લલિથા કન્નેગંટીએ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા - કન્નેગંટી લલિથા

વાસ્તવમાં તે ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ તેમના પિતા એમ ઇચ્છતા હતા કે તે કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરે. પિતાના પ્રેમ અને સન્માનની કદર કરતાં તેમણે કાયદા શાસ્ત્રનો અભ્યાસ કર્યો. નિયમ અને અધિનિયમ તો જાણે તેમની આંગળીના ટેરવે રમતા હતા. સેંકડો કેસો, હજારો સુનાવણી અને અસંખ્ય વિજય તેમની યશકલગીના પીચ્છ હતા. અંહીયા અન્ય કોઇની નહી પરંતુ કન્નેગંટી લલિથાની વાત થાય છે. આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના જજ તરીકેની શપથવિધિમાંથી થોડો સમય ફાળવીને તેમણે ઇનાડુના મહિલા પત્રકાર વસુંધરાને મુલાકાત આપી હતી. તેમની અત્યાર સુધીની મજલ તેમના જ શબ્દોમાં.

લલિથા કન્નેગંટીએ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા
લલિથા કન્નેગંટીએ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા

By

Published : May 10, 2020, 5:46 PM IST

એક બાળક હતી ત્યારે મેં હંમેશા સફેદ કોટ (ડગલો) પહેરવાનું સ્વપ્ન જોયું હતું. અને એ જ કારણસર મેં ઇન્ટરમિડિયેટમાં BiPCનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ મારા નસીબમાં કંઇક બીજું જ હતું અને મેં કાળો ડગલો પહેરી લીધો. જ્યારે મેં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે મેં સહેજપણ વિચાર્યું નહોતું કે હું એક દિવસ જસ્ટિસ લલિથા બનીશ. હું માનું છું કે કઠોર પરિશ્રમ અને ખંતના કારણે હું અહીં સુધી પહોંચી છું. મારો જન્મ ગંટુર જિલ્લાના બાપટલા નજીક આવેલા જમ્મુલાપાલેમ ખાતે થયો હતો. મારા પિતાનું નામ કોમ્મીનેની અનકમ્મા ચૌધરી હતું અને માતાનું નામ અમરેશ્વરી હતું. મારા પિતા અંગ્રેજી સાહિત્યના વિષય સાથે બી.એ. (સ્નાતક) થયા હતા. એ જમાનામાં પણ મારા નાનાએ મારી માતા ભીમાવરમ ખાતેની સ્કુલનો તમામ અભ્યાસ પૂર્ણ કરે તેની વિશેષ કાળજી લીધી હતી. હું જ્યારે 9 વર્ષની હતી ત્યારે મારો પરિવાર હૈદરાબાદ ખાતે આવી ગયો હતો. મેં પદાલા રામારેડ્ડી લો કોલેજમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1994માં મે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં મારું નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું.

2008માં કન્નેગંટી વિજય સાથે મારા લગ્ન થયાં. મારા પતિ મિકેનિકલ એન્જિનિયર હતા અને લેન્ડસ્કેપ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં હતા. થોડાં જ વર્ષોમાં મેં એક દિકરાને અને એક દિકરીને જન્મ આપ્યો હતો અને અમે ચાર સભ્યોનો પરિવાર બની ગયા. એ દિવસોમાં મારે મારી કારકિર્દી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવા ભારે પરિશ્રમ કરવો પડતો હતો. એમઆરકે ચૌધરી, કે. હરિનાથ અને ઓ. મનોહર રેડ્ડી જેવા વકીલો સાથે કામ કરવાથી મને એક વકીલ તરીકેનો બહોળો અનુભવ પ્રાપ્ત થયો. જેવા મારા સંતાનો મોટા થવા લાગ્યા કે તરત જ મેં મારું તમામ ધ્યાન મારી કારકિર્દી ઉપર લગાડી દીધું હતું. જો કે કપરા સંજોગોમાં મારી માતાએ મને જે ટેકો આપ્યો હતો તેને હું કદી ભૂલી શકું તેમ નથી. 2008ની સાલમાં મેં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી. હું દરરોજ 12 કલાક કામ કરતી હતી. હું તમામ પ્રકારના કેસોનો અભ્યાસ કરતી હતી. કેસ જીતવા કરતાં મારા અસીલના ચહેરા ઉપર જે આનંદ જોવા મળતો હતો તેનાથી હું સંપૂર્ણ સંતોષ પામતી હતી. જો કે વિજેતાઓના હંમેશા દુશ્મનો હોય જ છે જેઓ આપણા ટાંટિયા ખેંચવા તત્પર હોય છે. મેં અનેકવાર આ પ્રકારની ઘટનાઓનો સામનો કર્યો હતો. જો કે હું દૃઢ વિશ્વાસ સાથે તે તમામ પડકારો ઝીલીને બહાર નીકળી ગઇ હતી.

પુરૂષોનું આધિપત્ય ન હોય એવું એકપણ ક્ષેત્ર નથી, પરંતુ મહિલાઓ પણ હવે કોઇપણ લક્ષ્ય હાંસલ કરવા સક્ષમ બની ગઇ છે. ધૈર્ય અને દૃઢસંકલ્પ અમારી પ્રાથમિક તાકાત હતી. પરિવારના યોગ્ય સહકારની મદદથી આપણે કોઇપણ ઉંચાઇઓ સર કરી શકીએ છીએ. વકીલાતના વ્યવસાયમાં પ્રગતિ કરવા દરેકજણે દરરોજ અથાક પરિશ્રમ કરવો પડે છે. નવા નવા કાયદાઓ અને નવા સંશોધનો કે સુધારાઓથી અમારે વાકેફ રહેવું પડે છે. જો આપણે તટસ્થ ન હોઇએ તો કોઇને પણ ન્યાય આપી શકીયે નહીં. અત્યાર સુધીમાં મેં હજારો કેસોમાં મારા અસીલોનું પ્રતિનિધિત્વ કર્યું છે. અને હવે હું ન્યાયાધિશ બની ગઇ છું. આટલી સુંદર તક આપવા બદલ હું ઇશ્વરનો આભાર માનું છું. મારા માતા-પિતાને મારા માટે ભારે ગૌરવની લાગણી થાય છે. મારા પતિ અને સંતાનો આ આનંદની ઘડીની ઉજવણી કરી રહ્યા છે. મારો પુત્ર ગૌતમ જર્મનીની જેકોબ યુનિવર્સિટિમંથી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક વિષય સાથે સ્નાતક થયો છે. મારી દિકરી મનસા દિલ્હીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છે. મારા પરિવારના સતત સાથ-સહકારના પગલે જ હું અહીં સુધી પહોંચી શકી છું.

મેં આંધ્ર પ્રદેશ એગ્રીકલ્ચરલ કમિટિના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવા આપી હતી અને કમિટિ વતી દલીલો કરી હતી. 2011માં હું તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે ચૂંટાઇ આવી હતી, આરટીઆઇ એક્ટ (માહિતીનો અધિકાર કાયદો) માંથી ટીટીડીને મુક્તિ આપવાનો દાવો કરતી અરજીની વિરુદ્ધમાં મેં દલીલો કરી હતી. તિરૂમાલામાં 1000 સ્તંભવાળા મંડપનું પુનઃનિર્માણ કરી આપવાની માંગણી કરતી અરજીની વિરુધ્ધમાં પણ મેં દલીલો કરી હતી. મારી મુખ્ય દલીલ એ હતી કે સલામતીના કારણોસર મંડપને ફરીથી બાંધી શકાય નહીં, અને મારી આ દલીલ કોર્ટમાં જીતી ગઇ હતી. મેં ટીટીડીને વિનામૂલ્યે મારી સેવાઓ આપવાની ઓફર કરી હતી. હું સંસ્કૃત યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ ચૂંટાઇ આવી હતી. મેં મારી કારકિર્દીમાં બહુ પરાજય જોયો નથી. હું કેસની સત્યતાને ચકાસ્યા બાદ જ તેને હાથમાં લેતી હતી, અને મારી વ્યાવસાયિક સફળતાનું એજ સાચુ રહસ્ય છે.

મારા પિતા રવિન્દ્રનાથ ટાગોરના પ્રશંસક હતા. ટાગોરની એક નવલકથામાં આવતા એક પાત્રનું નામ લલિથા હતું. મારા જન્મના આસપાસના દિવસોમા મારા પિતાએ તે નવલકથા વાંચી હતી અને મારા જન્મ બાદ તેમણે મારું નામ લલિથા પાડી દીધું. જો કે હું તો ડોક્ટર જ બનવા માંગતી હતી પરંતુ મારા પિતાએ શક્ય એટલા વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકાય તે માટે મન કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો હતો. તેથી મેં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને હવે હું માનું છું કે મેં કોઇ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details