નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે એલએસી પર ચાલી રહેલા તનાવને કારણે ભારત ટૂંક સમયમાં રફેલ વિમાન મેળવવા જઈ રહ્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત-ચીન સરહદ વિવાદને કારણે ફ્રાંસ જુલાઇમાં સમય પહેલા આ વિમાનોને પહોંચાડવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઇમાં છ રફેલ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચશે.
રાફેલ વિમાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ફ્રાન્સથી 6 રાફેલ વિમાન જુલાઈમાં અંબાલા પહોંચશે. પહેલા આ વિમાન મે મહિનામાં આવવાના હતા. પહેલા ફ્રાન્સથી ફક્ત 4 વિમાન આવવાના હતું, પરંતુ હવે 6 વિમાન આવશે. મહત્વનું છે કે, આ અગાઉ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિનએ કહ્યું હતું કે, ભારતને 36 રાફેલ લડાકુ વિમાનોના સપ્લાયમાં કોઈ વિલંબ થશે નહીં અને જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તેનું કડક પાલન કરવામાં આવશે.