ગુજરાત

gujarat

ETV Bharat / bharat

‘નમસ્તે ટ્રમ્પ’ : ચોથું કાર્ગો વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે આવી પહોંચશે. ત્યારે તેમની યાત્રા પહેલા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાયુસેનાનું વધુ કાર્ગો વિમાન ઉતારવામાં આવ્યું છે.

ahemdabad
ahemdabad

By

Published : Feb 22, 2020, 11:53 PM IST

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ શહેરની મુલાકાત લેવાના છે. તે પહેલા અમદાવાદ એરપોર્ટ પર વાયુસેનાનું એક કાર્ગો વિમાન ઉતરાવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ અગાઉ અમેરિકા વાયુસેનાના ચાર c-17 ગ્લોબલમાસ્ટર કાર્ગો વિમાન સુરક્ષા અને સંચાર ઉપકરણોને લઈને ઉતર્યુ હતું.

નોંધનીય છે કે, ટ્રમ્પ 24 ફેબ્રુઆરીની બપોરે અમદાવાદ પહોંચશે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રહેશે. રાષ્ટ્રપતિની પુત્રી ઇવાંકા ટ્રમ્પ, જમાઈ જેરેડ કુશનર અને કેટલાંક અમેરિકન અધિકારીઓ પણ પહોંચશે.

મળતી માહિતી પ્રમાણે, અમેરિકાનુ મરીન વન હેલિકૉપ્ટર પણ થોડા દિવસો પહેલા કાર્ગો વિમાનનો ભાગ છે. ગત સોમવારે પ્રથમ c- 17 ગ્લોબમાસ્ટર ઉતર્યા પછી, છેલ્લા કેટલાક દિવસોમાં આવા બે વધુ કાર્ગો વિમાન ઉતર્યા હતા.

ટ્રમ્પની મુલાકાતને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિમાનમથકના અધિકારીઓએ મુસાફરોને 24 ફેબ્રુઆરીએ ફ્લાઇટના નિર્ધારિત પ્રસ્થાનના ત્રણ કલાક પહેલા આવવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રોડ શૉ અને શહેરના નવા બંધાયેલા મોટેરા સ્ટેડિયમ ખાતે સંયુક્ત રીતે ઉપસ્થિત લોકોને સંબોધન કરવાના છે. 'નમસ્તે ટ્રમ્પ' નામના આ કાર્યક્રમમાં એક લાખ 10 હજારથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે. ત્યારે શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ABOUT THE AUTHOR

...view details