આર્મીના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂનનું 90 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1984માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વપૂણ ભૂમિકા ભજવી હતી.
લેફ્ટનન્ટ જનરલ હૂન માંદગીના કારણે છેલ્લા બે દિવસથી પંચકુલાની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે સાંજે અંદાજે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
4 ઑક્ટોબર, 1929ના રોજ ભાગલા પૂર્વેના ભારતમાં જન્મેલા લેફ્ટનન્ટ જનરલ હૂન ભારતીય સેનામાં જોડાયા હતા. તેમને ઓપરેશન મેઘદૂતનું નેતૃત્વ કર્યું હતું. ઓપરેશન મેઘદૂત સિયાચિન ગ્લેશિયર પર કબ્જો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશનનું નામ છે.
આ ઓપરેશનના પરિણામ સ્વરૂપે ભારતીય સૈનિકોએ ગ્લેશિયરો પર કબ્જો મેળવવામાં સફળ રહ્યા હતા.