જી મોહન કુમાર તરફથી આ સ્પષ્ટતા અંગ્રેજી સમાચાર-પત્ર 'ધ હિંદુ'ના રિપોર્ટ બાગ આવી છે. જેમાં આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ વિમાનોની ખરીદીને લઇને ડીલની વાતચીતમાં ખુદ PMO સામેલ હતું અને સમાંતર વાતચીત પણ થઈ હતી.
રાફેલ મુદ્દે PMOએ કોઈ સમાંતર વાતચીત કરી નથીઃ પૂર્વ રક્ષા સચિવ - Gujarati News
નવી દિલ્હીઃ PM મોદી પર લાગેલા રાફેલ ડીલના આરોપને પૂર્વ રક્ષા સચિવ જી. મોહન કુમારે નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે, જે પણ સામે આવ્યું છે, તેનું કિંમતની સાથે કોઇ લેવાદેવા નથી. મહત્વનું છે કે, રાફેલ ડીલ સમયે જી મોહન રક્ષા સચિવ હતા.
rafale
પૂર્વ રક્ષા સચિવ મોહનકુમાર કેરળના રહેવાસી છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે બે દેશ વચ્ચે આ પ્રકારની ડીલ થાય છે તો તેમાં સામેલ બંને દેશના વડાપ્રધાનનું બોલવું કે વાત ચીત કરવી કંઈ ખોટું નથી.
જો કે, મોહનકુમારે આ વાત શુક્રવારે કોચ્ચીમાં એક ખાનગી TV ચેનલને કહી હતી, ત્યારબાદ એક અખબારે પોતાની ફાઇલ નોટિંગ સાથે તેને ઉછાળ્યું અને કોંગ્રેસે આ વિષયને લોકસભામાં પણ ઉઠાવ્યો. જેથી મામલો આખો પ્રકાશમાં આવ્યો.