રાયપુર: છત્તીસગઢ સરકારે 21 મેના રોજ 'રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના' શરૂ કરી હતી. આ યોજના એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે જેથી ખેડુતોની સહાય મળી શકે અને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળી શકે. આ યોજના અંતર્ગત પૂર્વ મુખ્યપ્રધાન રમણસિંહને 25 હજાર 612 રૂપિયા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ રમણસિંહના પુત્ર અને પૂર્વ સાંસદ અભિષેક સિંહના ખાતામાં પહોંચી ગઈ છે.
રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અંતર્ગત છત્તીસગઢના પૂર્વ CM રમણસિંહના ખાતામાં જમા થયા 25,612 રૂપિયા - રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના
છત્તીસગઢમાં રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અંતર્ગત પૂર્વ મુખ્યપ્રધાન રમણસિંહને 25 હજાર 612 રૂપિયા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ રમણસિંહના પુત્ર અને પૂર્વ સાંસદ અભિષેક સિંહના ખાતામાં પહોંચી ગઈ છે.
આ ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન નનકિરામ કંવર અને ભૂતપૂર્વ મહિલા બાળ વિકાસ પ્રધાન લતા ઉસેન્ડીના ખાતામાં પણ આ રકમ જમા કરવામાં આવી છે. છત્તીસગઢ કોંગ્રેસે આ સૂચિ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ સિવાય વિપક્ષી નેતા ધરમલાલ કૌશિકના ખાતામાં પણ 25 હજાર રૂપિયા પહોંચી ગયા છે.
ગુરુવારે તેના પ્રથમ હપતા રૂપે 1500 કરોડ રૂપિયાની રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સાથે રાજ્યના 19 લાખ ખેડુતોને રૂ. 5700 કરોડની રકમ સીધા તેમના ખાતામાં ચાર હપ્તામાં આપવામાં આવશે. ભુપેશ સરકારે બજેટ દરમિયાન 'રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના' ની ઘોષણા કરી હતી.