મુંબઇ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મળ્યા અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યપાલને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે.
ભૂતપૂર્વ CM એ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતાં. રાજ્યપાલને મળ્યા બાદ તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.
Narayan rane
રાણે વધુમાં કહ્યું કે, ઠાકરે સરકાર કોરોના સંકટને સંભાળવામાં સક્ષમ નથી. તેમની પાસે વ્યવહાર કરવાની ક્ષમતા નથી. સરકાર કોરોના સાથેના વ્યવહારમાં નિષ્ફળ ગઈ છે, જેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. ભાજપના રાજ્યસભાના સાંસદ રાણેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની હાલત ગંભીર બની રહી છે. દર્દીઓ અને મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે, રાજ્યપાલે તેને ગંભીરતાથી લેવું જોઈએ અને મહારાષ્ટ્ર-મુંબઇમાં થતાં મૃત્યુને અટકાવવાં જોઈએ.