ભોપાલ: ભોપાલની મસ્જિદોમાં એવા 57 લોકો રોકાયા હતા, જે વિદેશથી જમાતમાં આવ્યા હતા. તે તમામ લોકો 5 અલગ-અલગ મસ્જિદોમાં રોકાયા હતા. આ તમામનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ભોપાલની 5 મસ્જિદોમાં રોકાયા હતા જમાતના 57 વિદેશી લોકો
ભોપાલની મસ્જિદોમાં એવા 57 લોકો રોકાયા હતા. જે વિદેશથી જમાતમાં આવ્યા હતા. જે તમામ લોકોએ અહીંની 5 અલગ-અલગ મસ્જિદોમાં રોકાણ કર્યુ હતું. જેના પગલે હાલમાં તેઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટરના જણાવ્યાં અનુસાર, જિલ્લામાં બહારથી આવેલા લોકોની તપાસ ચાલુ છે. રાજધાનીની મસ્જિદોમાં રોકાયેલા જમાતની જાણકારી મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યુ છે કે વિદેશથી જમાતમાં કુલ 57 લોકો આવ્યા હતા જે તમામ અલગ અલગ મસ્જિદમાં રોકાયા હતા. જે તમામની તપાસ ચાલી રહી છે. આ લોકો 20 દિવસથી મસ્જિદોમાં છે અને આ તમામને સ્વાસ્થ્ય પરીક્ષણ કરાયુ હતું.
વધુમાં આગળ જણાવ્યું કે નિજામુદીન મરકાજમાં ભોપાલના 36 લોકોને ટાર્ગેટ કર્યા છે. તે તમામની જાણકારીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.