આ ફિલ્મ એક કૉમેડી ફિલ્મ હશે. તે પ્રથમવાર હશે જ્યારે આયુષ્માન ખુરાના, અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મની કહાનીને જૂહી ચતુર્વેદીએ લખી છે અને આવતા મહિનાથી તેનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મને રૉની લહરી અને શીલ કુમાર પ્રોડ્યુસ કરશે.
'ગુલાબો સિતાબો': પ્રથમવાર આયુષ્માન અને અમિતાભ એકસાથે સ્ક્રીન શેર કરશે..!
મુંબઈઃ ઘણી હિટ ફિલ્મો આપનારા ડાયરેક્ટર શૂજિત સરકાર હવે પોતાનો નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. તે ફિલ્મ માટે શૂજિતે આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની પસંદગી કરી છે. ફિલ્મનું નામ છે- 'ગુલાબો સિતાબો'
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શૂજિત સરકારે જણાવ્યું કે, 'હું અને જૂહી તે સ્ક્રિપ્ટ પર થોડા સમયથી કામ કરી રહ્યા છીએ. જેવી સ્ક્રિપ્ટ વાંચી કે તરત જ મારા મગજમાં મિસ્ટર બચ્ચન અને આયુષ્માન ખુરાના આવ્યા. બધા તે ફિલ્મ પર કામ કરવા માટે ખૂબ જ આતુર છે. મને લાગ્યું હતું કે, તેને શરૂ કરવામાં થોડો સમય લાગશે, પરંતુ બધા ઉત્સાહિત છે તો આ વર્ષે જ ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છીએ.'
જાણકારી મુજબ ફિલ્મ નવેમ્બર 2019માં રિલીઝ થશે. આ ફિલ્મ સિવાય શૂજિત સરકાર પોતાની ફિલ્મ 'શહીદ ઊધમ સિંહ' માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. તો આયુષ્માન ખુરાના આ દિવસોમાં ફિલ્મ 'બાલા' માં વ્યસ્ત છે. સાથે જ અમિતાભ બચ્ચન પણ 'ચેહરા' ની શૂટિંગમાં વ્યસ્ત છે.