ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર-અસમમાં પૂરનું તાંડવ, 101 લોકોના મોત

નવી દિલ્હી: બિહાર અને અસમના લોકોને પૂરથી કોઈ રાહત મળી નથી. અસમ રાજ્ય ડિઝાસ્ટક મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, રાજ્યમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 28 સુધી પહોંચી ગઈ છે. તો બીજી તરફ બિહારમાં અત્યાર સુધી 73 લોકોના મોત થયા છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 18, 2019, 2:28 PM IST

અસમ

મળતી વિગતો મુજબ, મોરીગામમાં 4, સોનિતપુર અને ઉદાલગિરીમાં 2-2 જ્યારે કામરુપ (મહાનગર) અને નૌગામ જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે. સત્તાકિય માહિતી અનુસાર, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ગેંડા સહિત 33 જાનવરોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત કેટલાક વિસ્તારોમાં ડેન્જર ઝોન ઉપર વહી રહી છે.

અસમમાં વિનાશકારી પૂરમાં અસમનાં 30 જિલ્લા, 52 લાખ 75 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. તો બીજી તરફ બિહારમાં પૂરને કારણે 73 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ વિધ્વંસક પૂરથી 46 લાખ 83 હજારથી વધુની આબાદી પ્રભાવિત છે.

મેધાલય
મેધાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાએ વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા અને ખાસી હિલ્સ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં આવેલા પૂર સામે ઝઝૂમવા માટે કેન્દ્ર સરકારની મદદ માગી છે. પૂરને કારણે રાજ્યમાં 1.3 લાખ લોકો પ્રભાવિત થયા હતા.

ઉત્તર પ્રદેશ
મુઝફ્ફરનગર જિલ્લાના બિલાસપુર ગામમાં ભયંકર વરસાદને કારણે એક ઘરની એક છત ધરાશાયી થવાને કારણે 3 બાળકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મિઝોરમ

રાજ્યમાં 5000 થી વધારે લોકો રાહત શિવિરોમાં આશ્રય મેળવી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં થયેલા ભયંકર વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતી બાદ 4000 લોકોની વસ્તીના ખાલી કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details